અમદાવાદમાં 34 વર્ષીય મહિલા પોલીસકર્મીએ કરી લીધો પોતાના જ ઘરમાં આપઘાત, ત્રણ દિવસ સુધી લાશ ઘરમાં જ રહી અને પછી…

અમદાવાદમાં રો હાઉસના મકાનમા ગળે ફાંસો ખાધેલી હાલતમાં સિંઘમ જેવી બહાદુર લેડી કોન્સ્ટેબલ મળી આવી હતી. ત્રણેક દિવસથી લટકી રહેલ લાશ…જાણો વિગત

ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી આપઘાતના કિસ્સાઓમાં ખુબ જ વધારો થતો જોવા મળી રહ્યો છે, ઘણા લોકો આર્થિક તંગીના કારણે પોતાની જીવન ટૂંકાવે છે, તો ઘણા લોકો પ્રેમ પ્રસંગોના કારણે પોતાનું જીવન ટૂંકાવતા હોય છે, તો ઘણીવાર ઘણી પરણિત મહિલાઓ સાસરિયાના ત્રાસથી પણ પોતાનો જીવ આપી દેતી હોય છે, ત્યારે હાલ ખબર અમદાવાદમાંથી સામે આવી રહી છે જ્યાં એક મહિલા પોલીસકર્મીએ તેના જ ઘરમાં આપઘાત કરી લીધો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદના મણિનગરના ગોરના કુવા વિસ્તારમાં આવેલી કર્મભૂમિ રો હાઉસમાં એક મકાનમાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. ખોખરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. મણિનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતી મહિલા પોલીસે આત્મહત્યા કરી લેતાં પોલીસબેડામાં ચકચાર મચી ગઈ છે.

આ મહિલા પોલીસકર્મીનું નામ મનીષા વિજયસિંહ ચૌહાણ હતું અને તેમની ઉંમર 34 વર્ષની હતી. તેમના પતિ અને પુત્ર એક લગ્નપ્રસંગમાં જામનગર ગયા હતા. તે દરમિયાન જ ઘરમાં ગળાફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ લટકતો હતો અને ત્રણેક દિવસ વીતી જતા લાશ ડીકમ્પોઝ થવા લાગી હતી. જેને પગલે અસહ્ય દુર્ગંઘ આવતા પાડોશીએ પોલીસને જાણ કરી હતી.

ત્યારે આ ઘટનાની જાણ થતા જ ખોખરા પોલીસ સ્ટેશનની હદમાં બનેલા બનાવને પગલે પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. મૃતક મહિલા પોલીસકર્મીના મૃતદેહને ઉતારીને પોસ્ટમોર્ટમ માટે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. મહિલા પોલીસકર્મીએ ત્રણેક દિવસથી પહેલા આપઘાત કર્યો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

Niraj Patel