ઘરમાં બહેન દીકરીઓ હોય તો સાવધાન, અમદાવાદમાં આ હવસખોરે 13 વર્ષની સગીરાને ફસાવીને કપડાં ઉતારવી…એવું ગંદુ કામ કર્યુ કે…

10 ભણેલા યુવકે 13 વર્ષની પ્રેમિકાને ઇન્સ્ટાગ્રામ પર મેસેજ કર્યો કે આજે તારૂ આખું બોડી જોવાની ઇચ્છા થઇ છે VIDEO CALL કરૂ અને પછી…પોલીસે મારી એન્ટ્રી- જુઓ

ગુજરાતમાંથી ઘણીવાર કોઇ સગીર યુવતિ કે મહિલાને કોઇ યુવક દ્વારા ફોસલાવીને બિભત્સ માંગણીઓ કરવામાં આવતી હોવાના  કિસ્સા સામે આવતા હોય છે. ત્યારે અમદાવાદની સગીરાને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર કોઇ બીજા વ્યક્તિની પ્રોફાઇલ રાખી ફોસલાવવામાં આવી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે અને ત્યારબાદ સગીરાને બિભત્સ માંગણી કરનાર યુવકની સાયબર ક્રાઇમ બ્રાંચ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. આરોપી શૈલેષ ઉર્ફે સાહિલ એક નહિ પરંતુ બે સગીરાને પોતાની જાળમાં ફસાવી બિભત્સ તસવીરો અને વીડિયો મેળવતો અને ત્યારબાદ તે પૈસાની માંગણી કરતો હતો. આ આરોપીની ધરપકડ હવે કરી લેવામાં આવી છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

પ્રતિકાત્મક તસવીર

પશ્ચિમ વિસ્તારમાં રહેતી એક 13 વર્ષની સગીરા સાથે શૈલેષે મિત્રતા કેળવી અને તેણે પોતાની જાળમાં ફસાવી સગીરા પાસેથી બિભત્સ તસવીરો મેળવી લીધી તે બાદ તેણે સગીરા પાસે 20 હજાર રૂપિયાની માંગણી પણ કરી હતી. જો કે, આ મામલાની જાણ સગીરાના માતા-પિતાને થતા તેમણે સાયબર ક્રાઇમ બ્રાંચમાં ફરિયાદ નોંધાવી હતી અને તે બાદ સાયબર ક્રાઇમ બ્રાંચ દ્વારા આરોપીની આણંદથી ધરપકડ કરવામાં આવી હતી.

આરોપી શૈલેષ GIDCમાં ફેક્ટરીમાં છૂટક મજૂરી કામ કરે છે. તે છેલ્લા લગભગ એકાદ વર્ષથી સોશિયલ મીડિયાના અલગ અલગ પ્લેટફોર્મ પરથી સગીર વયની બાળકીઓને ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલી અને તેને ફોસવાવી તેનાા બિભત્સ તસવીરો અને વીડિયો મંગાવી પૈસાની માંગણી કરતો. આરોપીના મોબાઇલની તપાસ કરતા તેમાંથી ઘણી બાળકીઓના ફોટા અને વીડિયો મળી આવ્યા છે. આ બાબતને લઇને સાયબર ક્રાઇમ બ્રાંચ દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે.

ઉલ્લેખનીય છે કે, સગીરાના માતા-પિતાને જાણ થયા બાદ તેઓએ સાયબર ક્રાઇમ પોલિસ સ્ટેશનને જાણ કરી હતી અને તે બાદ તેમણે આરોપીને પકડવા કવાયત હાથ ધરી હતી અને જો કે, આરોપી તેમના હાથે લાગી પણ ગયો. આરોપી સામે ઇ.પી.કો કલમ 354(ડી), પોક્સો એક્ટ 11(2), 11(4),12,13,14(1), 15 તથા ધી આઇ.ટી.એક્ટ કલમ 66 (સી), 67(એ),67(બી)(એ), 67(બી)(બી) મુજબનો ગુનો દાખલ કર્યો હતો.

આ ઘટના પછી હવે માતા-પિતાને તેમના બાળક પ્રત્યે ચેતી જવાની જરૂર છે. સગીર વયના બાળકો અલગ-અલગ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ અને એપ્લિકેશનનો ઉપયોગ કરે છે ત્યારે તેમની સાથે આવા ગુનાઓ બનવાના કિસ્સાઓ સામે આવતા હોય છે. આવા પ્રકારની ઘટના બને તો બાળકોએ તેમના માતા-પિતા અથવા ઘરના કોઇ વડીલને જાણ કરવી જોઇએ. સાયબર ક્રાઇમ ખાતે સતત 24 કલાક કાર્યરત Anti Bullyig Unit (ABU)માં 100 નંબર ઉપર ફોન કરી જાણ કરી શકાય છે. જેથી આવા પ્રકારના ગુના બનતા અટકાવી શકાય.

Shah Jina