રાજ્યમાં વધુ એકનો હાર્ટ એટેકે લીધો ભોગ ! અમદાવાદના 32 વર્ષીય યુવકનું મોત, ચાલુ બસમાં આવ્યો હાર્ટએટેક

અમદાવાદના યુવક હર્ષ સંઘવીને ચાલુ બસમાં આવ્યો હાર્ટએટેક, પરિવાર સાથે રાજસ્થાન યાત્રાએ ગયા હતા- જાણો સમગ્ર મામલો

હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા 👉 અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં

ગુજરાત સહિત દેશભરમાં હાર્ટ એટેકથી મોતનું પ્રમાણ ઘણુ વધી રહ્યુ છે. છેલ્લા ઘણા સમયથી આવા અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે અને આ સિલસિલો યથાવત છે. ત્યારે હાલમાં અમદાવાદના એક યુવકનું બસમાં જ હાર્ટ એટેકથી મોત થયુ હોવાનું સામે આવ્યું છે. અમદાવાદના ખાનપુરના 30 વર્ષીય યુવકને બસમાં હાર્ટ એટેક આવ્યો અને તે મોતને ભેટ્યો.

અમદાવાદના 32 વર્ષના યુવકને આવ્યો હાર્ટ એટેક
ખાનપુરનો હર્ષ સંઘવી બે દિવસ માટે રાજસ્થાનના ભાંડવાજી ખાતે યાત્રાએ ગયો હતો અને ત્યાંથી પરત ફરતા સમયે મંગળવારે રાત્રે તેને બસમાં જ હાર્ટ એટેક આવ્યો અને તેનું મોત નિપજ્યું. મૃતક 2 વર્ષીય નાની દીકરી અને પત્ની સહિત પરિવાર સાથે યાત્રા કરવા ગયો હતો પણ આ ઘટનાને કારણે હવે પરિવાર પર આભ તૂટી પડ્યું છે. ઉલ્લેખનીય છે કે, 2 જ દિવસમાં 3 યુવકોના હાર્ટએટેકથી મોત થયા છે. ગતરોજ જામનગરમાં ગરબાની પ્રેક્ટિસ કરવા દરમિયાન માત્ર 19 વર્ષના યુવકનું હાર્ટ એટેકથી મોત થયુ હતુ.

File Pic

પરિવાર સાથે ગયો હતો યાત્રાએ
ત્યારે આજે અમદાવાદના 32 વર્ષીય યુવકનું હાર્ટ એટેકથી મોત થયુ. હાર્ટ એટેકના વધતા કેસ ચિંતા જગાવી રહ્યા છે, તેના માટે સતર્ક રહેવાની જરૂર છે. જો તમને શરીરમાં કોઈપણ સમસ્યા છે, તો તરત જ ડૉક્ટરનો સંપર્ક કરો અને જરૂરી ટેસ્ટ કરાવો. તેલયુક્ત ખોરાક ખાવાનું ચલણ વધુ રહ્યુ છે અને જે લોહીમાં ખરાબ કોલેસ્ટ્રોલ જમા થવાનું મુખ્ય કારણ બને છે,

જામનગરનો 19 વર્ષિય યુવક

હાર્ટ એટેક આવતા પહેલા શરીર આપે છે સંકેત
આ ઉપરાંત જ્યારે ધમનીઓમાં બ્લોકેજ થાય છે ત્યારે હાર્ટ એટેક અને ટ્રિપલ વેસલ ડિસીઝનું જોખમ વધી જાય છે. હાર્ટ એટેક કંઇ અચાનક નથી આવતો, પણ આપણું હૃદય આ પહેલા ઘણી સમસ્યાઓમાંથી પસાર થાય છે, પરંતુ જ્યારે સમસ્યા હાથમાંથી નીકળી જાય ત્યારે એક મોટો આંચકો મળે છે. હાર્ટ એટેક આવતા પહેલા શરીર ઘણા સંકેતો આપે છે, જેને ઈગ્નોર ન કરવા જોઈએ.

હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા 👉 અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં

Shah Jina