અમદાવાદમાં લવ ટ્રાએન્ગલ : ફિયાન્સીના મિત્રના પ્રેમમાં પડી 19 વર્ષની યુવતિ, પછી પૂર્વ પ્રેમીએ જે કર્યુ તે ખરેખર…

દીકરીના મા-બાપ ચેતી જજો…આંખ ઉઘાડનાર કિસ્સો આવ્યો સામે ફિયાન્સીના મિત્રના પ્રેમમાં પડી 19 વર્ષની યુવતિ, પછી પૂર્વ પ્રેમીએ જે કર્યુ તે ખરેખર…

ગુજરાતમાંથી ઘણીવાર હત્યા અથવા તો હત્યાના પ્રયાસના કિસ્સાઓ સામે આવતા રહે છે. ગુજરાતમાં અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ ગુનાહિત પ્રવૃત્તિઓમાં મોખરે છે. ત્યારે હાલ હત્યાના પ્રયાસનો એક કિસ્સો અમદાવાદમાંથી સામે આવ્યો છે. પૂર્વ વિસ્તારની માફક સાબરમતી વિસ્તાર પણ ગુનેગારોનો અડ્ડો બની ગયુ હોય તેમ લાગી રહ્યુ છે. અહીં ઘણા બનાવો બની રહ્યા છે. જેમ કે, હત્યાનો પ્રયાસ, હત્યા, દારૂની બબાલો વગેરે…ત્યારે હાલ જે બનાવ સામે આવ્યો છે, તેમાં એવું છે કે યુવતિની સગાઇ તેના પ્રેમી સાથે થઇ હતી પરંતુ તે દારૂ પીતો હોવાને કારણે તેણે સગાઇ તોડી નાખી હતી. જે બાદ તેની અન્ય યુવક સાથે સગાઇ થઇ.

પ્રતિકાત્મક તસવીર

આ યુવતિને ફિયાન્સના મિત્ર સાથે પણ પ્રેમ સંબંધ બંધાયો હતો, જેને કારણે લવ ટ્રાએન્ગલની વચ્ચે હત્યાના પ્રયાસનો બનાવ સામે આવ્યો છે. પૂર્વ પ્રેમીએ યુવતિના ફિયાન્સના મિત્ર એટલે કે નવા પ્રેમી સાથે બબાલ કરી અને હથિયારના ઘા ઝીંકી તેની હત્યા કરવાની કોશિશ કરી હતી. હાલ તો પોલિસે આ મામલે તપાસ શરૂ કરી છે. ઘટનાની વિગત જોઇએ તો, 19 વર્ષિય યુવતિ કે જે રાણીપમાં રહે છે તેનો સંપર્ક ચારેક વર્ષ પહેલા ઇન્સ્ટાગ્રામ મારફતે મુકેશ સાથે થયો હતો, જે બાદ તેની મુલાકાત પ્રેમમાં પરિણમી અને પરિવારજનોએ તેની સગાઇ પણ કરી આપી હતી.

પરંતુ મુકેશ દારૂ પીતો હોવાને કારણે બે વર્ષ પહેલા યુવતીએ સગાઈ તોડી નાખી હતી. જે બાદ યુવતિની બીજા યુવક સાથે સગાઇ થઇ. પરંતુ યુવતિના મંગેતરે યુવતિની મુલાકાત તેના મિત્ર સાથે કરાવી અને આ મિત્રને યુવતિ પ્રેમ કરી બેઠી. જેને મુકેશ ફોન કરી હેરાન કરતો હોવાનું જણાવતા જગદીશ આ મુકેશના ઘરે જઈ બબાલ કરી આવ્યો હતો. કેટલાક દિવસ પહેલા યુવતિ સાયકલ પરથી પડી ગઇ હતી અને તેને ઇજા પહોંચી હતી, જેના લીધે તે ઘરે આરામ કરતી હતી.

પ્રતિકાત્મક તસવીર

ત્યારે તેના નવા પ્રેમીનો એટલે કે ફિયાન્સના મિત્રનો ફોન આવ્યો અને તે મળવા માટે દબાણ કરવા લાગ્યો. જેના કારણે પરાણે આ યુવતી તેના ફિયાન્સના મિત્ર કે જેની સાથે યુવતીને પ્રેમ સબંધ હતો તેને મળવા કાલીગામ તેના બાઇક પર ગઈ હતી. આ દરમિયાન જ તેના પૂર્વ પ્રેમી એટલે કે મુકેશનો ફોન આવ્યો અને આ બાબતને લઇને જગદીશે ફોન લઈ તેને ઠપકો આપ્યો અને મળવા બોલાવ્યો. જેથી મુકેશ ત્યાં આવ્યો અને જગદીશ સાથે બબાલ કરવા લાગ્યો. ત્યારે આ બબાલમાં મુકેશે જગદીશને હથિયારના ઘા ઝીંકી દીધા. હાલ તો આ સમગ્ર મામલે સાબરમતી પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

Shah Jina