સાબરમતી રિવર ફ્રન્ટ બની રહ્યું છે સ્યુસાઈડ પોઈન્ટ ! અમદાવાદની પરણિતાએ 5 મહીનાના દીકરા સાથે નદીમાં ઝંપલાવ્યુ- જાણો આપઘાતનુ કારણ

અમદાવાદમા આર્થિક સંકડામણ અને પ્રેમમાં નિરાશા તેમજ સાસરીયાના ત્રાસને કારણે આપઘાતના કેસો છેલ્લા કેટલાક સમયથી ઘણા વધી રહ્યા છે. ત્યારે વર્ષ 2021ના વર્ષમા સાબરમતી રિવરફ્રન્ટ સ્યુસાઈડ પોઈન્ટ બન્યું છે. જેમાં છેલ્લા ચાર વર્ષમા સૌથી વધુ આપઘાત વર્ષ 2021માં નોંધાયા છે. હાલમાં જ એક પરણિતાએ અમદાવાદ રિવરફ્રન્ટ પરથી પોતાના 5 માસના દીકરા સાથે આપઘાત કર્યો હોવાનો કિસ્સો સામે આવ્યો છે. ઘરકંકાસથી કંટાળી પરણિતાએ આપઘાત કર્યો હોવાની વિગત સામે આવતા પોલિસે સાસરિયાઓ સામે દુષ્પ્રેરણાનો ગુનો નોંધ્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે. ફરી એકવાર રિવરફ્રન્ટ આત્મહત્યા માટેનું હોટસ્પોટ સાબિત થયુ છે. (તમામ તસવીરો પ્રતિકાત્મક છે)

Image source

ઘટનાની વિગત તપાસીએ તો, 16 જાન્યુઆરી રવિવારના રોજ બપોરના સમયે એક પરણિતાએ ઘરકંકાસથી કંટાળી પોતાના 5 માસના દીકરા સાથે નદીમાં ઝંપલાવ્યુ હતુ. અમરાઇવાડી વિસ્તારમાં રહેતી એક પરણિતા ખાનગી બેંકમાં નોકરી કરતી હતી. તેણે તેની પતિની મારઝૂડથી કંટાળી આ પગલુ ભર્યુ હતુ. તેનો પતિ દારૂ પીતો હતો અને તેની સાથે ઘણી હદ સુધી મારઝૂડ કરતો હતો. તેના હાથ પગ પણ બરાબર કામ કરતા બંધ થઇ જતા હતા અને તેનો પતિ એટલી હદ સુધી તેની સાથે મારઝૂડ કરતો હતો. તેને 5 માસનો દીકરરો હતો અને તેમ છત્તાં તેના સાસુ સસરા નોકરી કરી અને પૈસા કમાવવા માટે દબાણ કરતા હતા, અંતે આ બધી બાબતોથી કંટાળી પરણિતાએ તેના દીકરા સાથે આપઘાત કરી લીધો.

Image source

પરણિતાએ એમકોમ સુધીનો અભ્યાસ કર્યો હતો અને તે ખાનગી બેંકમાં નોકરી કરતી હતી. દોઢેક વર્ષ પહેલા તેણે રાજેશ સાથે સિવિલ મેરેજ કર્યા હતા અને તે તેની સાસુ સસરા અને પતિ સાથે સાસરે રહેતી હતી. જો કે, તેણે તેના પરિવારની મરજી વિરૂદ્ધ લગ્ન કર્યા હતા જેને કારણે તેના પિયરમાં વધારે કોઇ સારી રીત બોલાવતા ન હતા. રાજેશને દારૂ પીવાની ટેવ હતી અને તે ઓછુ ભણેલો હતો જેને કારણે મહિલાના પિયર વાળાએ તેના સાથે લગ્નની ના પાડી હતી. પરિવારની મરજી વિરૂદ્ધ લગ્ન કરવાને કારણે તેનો પરિવાર તેને બોલાવતો ન હતો. પરંતુ પિયર અને સાસરુ બંને એક જ ચાલીમાં હોવાને કારણે તેના પિયરવાળાને આ વાતની જાણ થઇ હતી કે મહિલાનો પતિ દારૂ પીવે છે અને તેની સાથે મારઝૂડ કરે છે.

Image source

આ ઉપરાંત મહિલાના સાસુ-સસરા પણ તેને મેણા માપતા હતા અને પાંચ માસનો દીકરો હોવા છત્તાં તેને પૈસા કમાવવા માટે દબાણ કરતા હતા. આવા ત્રાસને કારણે પરણિતાએ તેના દીકરા સાથે સાબરમતી નદીમાં પડતુ મૂકી આપઘાત કરી લીધો. 16 જાન્યુઆરીના રોજ એલિસબ્રિજ-નેહરુબ્રિજ વચ્ચેના ઘાટમાંથી બંનેના મૃતદેેહો મળી આવ્યા હતા. આ અંગેની જાણ પરણિતાના ભાઇને થતા તે અને બનેવી બંને સાબરમતી રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસ સ્ટેશનમાં રાજેશ અને તેના માતા-પિતા વિરુદ્ધ પરણિતાને આત્મહત્યા માટે દુષ્પ્રેરણા આપવાની ફરિયાદ નોંધાવવા ગયા હતા અને તે બાદ પોલીસે આ મામલે તપાસ શરૂ કરી.

Shah Jina