અમદાવાદની 31 વર્ષની પરણિતાની ફ્રાન્સના પેરિસમાંથી શંકાસ્પદ હાલતમાં મળી લાશ, 500 યુરો મોકલી દીકરીનો મૃતદેહ લઈ જાઓ

ગુજરાત સમેત દેશભરમાંથી અવાર નવાર આત્મહત્યા અને હત્યાના કિસ્સાઓ સામે આવતા રહે છે, ઘણીવાર કોઇ શંકાસ્પદ સંજોગોમાં પણ મોત થયાના અહેવાલો આવતા રહેતા હોય છે, ત્યારે હાલ અમદાવાદની એક પણિતાના ફ્રાંસના પેરિસમાં મોત થયાના સમાચાર સામે આવી રહ્યા છે. 31 વર્ષિય અમદાવાદની પરણિતા સાધના પટેલનો મૃતદેહ ફ્રાન્સના પેરિસ ખાતે મળી આવ્યો હતો. જો કે હાલ તો તેનું મોત કેવી રીતે થયુ તેનુ કારણ જાણવા ફ્રાન્સ પોલિસ તપાસ કરી રહી છે. જો કે પરણિતાના પરિજનોનો આરોપ છે કે સાધનાની હત્યા થઇ છે અને તેઓએ સાધનાના સાસરિયાઓ પર આરોપ પણ લગાવ્યો છે. (તમામ તસવીરો સૌજન્ય : દિવ્ય ભાસ્કર)

અમદાવાદના રામોલ જનતાનગર ખાતે રહેતી સાધનાના લગ્ન વર્ષ 2016માં ગાંધીનગરના માણસાના દેલવાડ ખાતે રહેતા શૈલેષ પટેલ સાથે થયા હતા અને લગ્ન બાદ તેઓ સંયુક્ત કુટુંબમાં પણ રહેતા હતા. જે બાદ સાધના અને શૈલેશ અમદાવાદ નરોડા ખાતે સફલ પ્લાઝામાં રહેતા હતા. તારીખ 5 મે 2018ના રોજ બંને યુરોપ ગયા અને તે બાદ જર્મની ગયા હતા. છેલ્લે તેઓ પેરિસમાં રહેતા હતા. આ દરમિયાન જ સાધનાનો મૃતદેહ મળી આવ્યો હોવાના સમાચાર સાધનાના પિયરજનોને થયા હતા.

આ મામલાની જાણ થતા જ સાધનાના ભાઇ ગૌરવે ગાંધીનગર જિલ્લાના વડા સહિત ફ્રાન્સ એમ્બેસી ઉપરાંત ઇન્ડિયન એમ્બેસી તથા મેયર ઓફ ધ પેરીસ સમક્ષ અરજી કરી છે. સાધનાના ભાઇ ગૌરવે ફ્રાન્સમાં તેની બહેનના ફ્રેન્ડ સર્કલમાં તપાસ કરી હતી અને ત્યારે જાણવા મળ્યુ હતુ કે સાધનાના પતિ અને તેના સાસરિયાઓ દ્વારા તેને પરેશાન કરવામાં આવતી હતી. તેને એવું પણ જાણવા મળ્યુ હતુ કે સાધનાને ઘરમાંથી કાઢી પણ મૂકવામાં આવી હતી. ગૌરવે એવું પણ જણાવ્યુ હતુ કે, સાધનાના લગ્ન થયા ત્યારથી તેનો પતિ તેને ત્રાસ પણ આપતો અને તેના પતિએ તેને ઘરમાંથી પણ કાઢી મૂકી હતી.

જો કે, તેની બહેન પેરિસમાં ફ્રેન્ચ સરકારની સેવાભાવી શરણાર્થી તરીકે રહેતી હતી. પેરિસમાં તેની બહેને ફરિયાદ કરી હતી. સાધના લગ્ન જીવનમાં કોઇ ભંગાણ ન પડે એટલે મૂંગા મોંએ સહન કરતી હતી. ઉલ્લેખનીય છે કે, સાધનાના પતિ અને સાસરીયાઓ દ્વારા ત્રાસ આપીને તેને ઘરમાંથી કાઢી મૂકવામાં આવી આ વાતની જાણ સાધનાએ ગૌરવના કરતા પંજાબના હોશિયારપુરમાં રહેતા સુજાનસિંહના ખાતામાં રુપિયા 1.50 લાખ મોકલી આપ્યા હતા. તેમ છતા પણ બહેન સાધનના સાસરીયાઓ શરણાર્થીમાં પરેશાન કરતા હતા.

24 મેના રોજ ગૌરવના કાકાના દીકરા પર ઇમેલ આવ્યો હતો અને આ ઇમેલ પેરિસથી આવ્યો હતો. જેમાં એવું લખેલુ હતુ કે, સાધનાનું મોત થયુ છે, ડોક્ટર દ્વારા તેનું પીએમ પણ કરાવવામાં આવ્યુ હતુ. ઇમેલમાં એવું પણ લખવામાં આવ્યુ હતુ કે જો તમે મૃતદેહ લેવા માંગતા હોવ તો 500 યુરો મોકલી આપો.ગૌરવનો આક્ષેપ છે કે, તેની બહેન સાધનાને તેના પતિ શૈલેષ અને સાસરીયાઓ દ્વારા શારીરિક અને માનસિક ત્રાસ આપીને કાવતરુ રચીને મારી નાખવામાં આવી છે અથવા તો તેને આત્મહત્યા કરવા માટે મજબૂર કરી છે.

Shah Jina