પેરિસની નદીમાંથી તરતી મળી અમદાવાદની યુવતીની લાશ, લાશ ખરાબ રીતે સડી ગઈ હોવાને કારણે સાધનાને ઓળખવા માટે ઘણો સંઘર્ષ કરવો પડ્યો

અમદાવાદની યુવતીની પેરિસમાં ખુબ જ ખરાબ હાલતમાં લાશ મળી, પતિ શૈલેષ પટેલ રાતોરાત ભૂગર્ભમાં ઉતરી ગયો, જાણો સમગ્ર મામલો

ગુજરાતમાંથી અવાર નવાર આપઘાતના કિસ્સાઓ સામે આવતા રહે છે. ઘણીવાર પતિના ત્રાસને કારણે તો ઘણીવાર સાસરિયાના ત્રાસને કારણે આપઘાત કરી લેતી હોય છે. ત્યારે હાલમાં જ અમદાવાદની નરોડાની સાધના શૈલેષ પટેલની લાશ પેરિસની સીન નદીમાં તરતી મળી આવી હતી. ત્યારે આ બાબતે યુવતીના પરિવારજનો દ્વારા તેના મોતમાં કાંઇક અજુગતું થયાની આશંકા સેવવામાં આવી રહી છે. સાધનાનો મૃતદેહ 14 એપ્રિલ 2022ના રોજ મળી આવ્યો હતો, જે 6 ઓગસ્ટના રોજ અમદાવાદ પહોંચ્યો હતો. અમદાવાદમાં જ સાધનાના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. લાશ ખરાબ રીતે સડી ગઈ હોવાને કારણે સાધનાને ઓળખવા માટે ઘણો સંઘર્ષ કરવો પડ્યો હતો.

મુંબઈમાં રહેતી સાધનાની બહેન મનિષાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે, પેરિસ પોલીસને આત્મહત્યાની શંકા છે પરંતુ તેઓને લાગે છે કે આ ઘટનામાં કાંઇક અજુગતું થયું છે. પેરિસમાં તેનો પતિ શૈલેષ પટેલ મળી નથી રહ્યો. આ કેસની તપાસ હજી પેરિસ પોલીસ કરી રહી છે. સાધનાના ભાઈ ગૌરવે ધારાસભ્ય પ્રદીપસિંહ જાડેજાનો સંપર્ક કર્યો અને તેમણે વિદેશ પ્રધાન એસ જયશંકરને પત્ર લખી આ મામલે પેરિસ પોલીસ દ્વારા યોગ્ય તપાસ સુનિશ્ચિત કરવા વિનંતી કરી હતી.સાધનાની બહેને વર્ષ 2016માં શૈલેષ સાથે લગ્ન કર્યા હતા, તે બંને 2018માં યુક્રેન શિફ્ટ થયા હતા.

તેમના એજન્ટ તેમના પાસપોર્ટ અને અન્ય સંબંધિત દસ્તાવેજો સાથે ગાયબ થઈ ગયો હતો. જેથી યુક્રેન પોલીસે તેમની અટકાયત કરી હતી. તેઓ કોઈક રીતે કાનૂની સહાય મેળવવામાં સફળ રહ્યા અને પછી 2020માં પેરિસ શિફ્ટ થયા હતા. સાધના તેના પતિના હિંસક વર્તની પરેશાન થઇ અલગ થઈ ગઈ હતી અને રાજ્ય સંચાલિત આશ્રયસ્થાનમાં રહેતી હતી. માર્ચ 2022થી તે સંપર્કમાં નહોતી. 24 મે 2022ના રોજ ફ્રાન્સમાં ભારતીય દૂતાવાસે સાધનાના પરિવારને જાણ કરી હતી કે પેરિસ પોલીસને તેનો મૃતદેહ મળી આવ્યો છે.

4 માર્ચના પોજ સાધના ખરીદી કરવા ગઇ હતી અને ત્યારે તે આશ્રય સ્થાનમાંથી ગુમ થઈ હતી. જે બાદ તેનો મૃતદેહ એપ્રિલ 2022માં મળી આવ્યો અને તે બાદ પરિવારને મે મહિનામાં તેના મોતની જાણ કરવામાં આવી. તેની બહેન કહે છે કે, સાધનાએ આત્મહત્યા કરી છે કે તેની હત્યા કરવામાં આવી છે તેની તપાસ કરાવવા અમે માંગીએ છીએ. તેણે કહ્યુ કે, સાધનાના પતિએ શા માટે તેની બોડી ન લીધી ? કપલનું અલગ થવાનું કારણ શું છે. તેની બહેનને શંકા છે કે તેની બહેન ગાયબા થયાના એક મહિના પછી કેમનો મૃતદેહ નદીમાં તરતો મળી આવ્યો. સાધના પટેલનો મૃતદેહ શનિવારે પેરિસથી ભારત લાવવામાં આવ્યો હતો.

શનિવારે પેરિસ પોલીસે મૃતદેહને દિલ્હી એરપોર્ટ પર અમદાવાદ પોલીસને સોંપ્યો હતો અને તે બાદ સાંજે અમદાવાદ પોલીસે મૃતદેહને સ્વજનોને સોંપ્યો. અમદાવાદમાં જ સાધનાના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. જણાવી દઈએ કે 14 એપ્રિલે સાધનાનો મૃતદેહ સીન નદી પાસે સડેલી હાલતમાં મળી આવ્યો હતો. મિડ-ડે મુજબ સાધનાનો પરિવાર ખૂબ જ ગરીબ છે. પરિવારે વિદેશ મંત્રાલય પાસે મૃતદેહને ભારત લાવવાની માંગ કરી હતી. આ પછી અધિકારીઓએ પેરિસમાં ભારતીય દૂતાવાસનો સંપર્ક કર્યો અને મૃતદેહને ભારત મોકલવાની કાયદાકીય પ્રક્રિયા પૂરી કરી.

શુક્રવારે મૃતદેહને શબપેટીમાં રાખ્યા બાદ પેરિસના ચાર્લ્સ ડી ગોલ એરપોર્ટ પરથી ભારત મોકલવામાં આવ્યો હતો. તેને શનિવારે સવારે દિલ્હીના ઈન્દિરા ગાંધી એરપોર્ટ પર લાવવામાં આવ્યો અને પેરિસ પોલીસના અધિકારીઓએ મૃતદેહ અમદાવાદ પોલીસને સોંપ્યો હતો. સાધનાના ભાઈ ગૌરવે કહ્યું કે પેરિસ પોલીસે ઈન્ટરપોલની મદદ લેવી જોઈએ. જેથી સાધનાના પતિ શૈલેષની વહેલી તકે ધરપકડ કરી શકાય અને બહેનની હત્યાનો ભેદ ઉકેલી શકાય. ગૌરવે કહ્યું કે જ્યારે બહેનના પતિની ધરપકડ થશે ત્યારે જ બહેનની હત્યાનું કારણ જાણી શકાશે.

Shah Jina