ખબર

ગ્રીષ્મા વેકરિયા જેવો હત્યાકાંડ અમદાવાદમાં ! વુમન્સ ડેના દિવસે જ પ્રેમીએ પરણિત પ્રેમિકાની કરી ઘાતકી હત્યા અને પછી કર્યો આપઘાતનો પ્રયાસ

સમગ્ર ગુજરાતમાંથી મહિલાઓ પર અત્યાચાર અને દુષ્કર્મના કિસ્સાઓ તો અટકવાનું નામ જ નથી લઇ રહ્યા. જયાં જુઓ ત્યાં કોઇ સગીરા પર દુષ્કર્મ કરવામાં આવે છે તો કોઇ મહિલાને પ્રેમજાળમાં ફસાવી હવસનો શિકાર બનાવવામાં આવે છે. ત્યારે થોડા સમયથી સુરતનો ગ્રીષ્મા વેકરિયા હત્યા કેસ ખૂબ જ ચર્ચામાં છે. સુરતમાં સરાજાહેર એક તરફી પ્રેમમાં પાગલ ફેનિલ ગોયાણી નામના યુવકે ગ્રીષ્મા વેકરિયાનું ગળુ કાપી હત્યા કરી નાખી હતી અને તે બાદ તેણે આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જો કે, આ કેસમાં હાલ કોર્ટ કાર્યવાહી ચાલી રહી છે અને લોકો ફેનિલને ફાંસીની સજા થાય તેવી માંગ પણ કરી રહ્યા છે.

Image source

ત્યારે હજી તો આ કેસના પડઘા શમ્યા નથી ત્યાં અમદાવાદમાંથી આવી જ ચકચારી ઘટના સામે આવી છે. અમદાવાદના માધુપુરામાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ એટલે કે વુમન્ય ડેના દિવસે જ એક મહિલાની ઘાતકી હત્યા કરવામાં આવી છે. એક પ્રેમીએ પોલિસ સ્ટેશનથી માત્ર 100 મીટરના અંતરે જ પરણિત પ્રેમીકાને છરીથી રહેંસી નાખી હતી. જો કે, આ સમગ્ર બનાવ સીસીટીવી કેમેરામાં કેદ થઇ જવા પામ્યો હતો. આ હત્યારો ત્યાંથી નાસી છૂટ્યો હતો અને ઘરે જઇ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. તેણે ઘરે ગયા પછી ગળે ફાંસો ખાઇ આપઘાતનો પ્રયાસ કર્યો હતો.

Image source

જોકે, તે આત્મહત્યા કરે તે પહેલા જ પરિવારજનોએ બચાવી લીધો અને તે બાદ તે ઘરેથી ભાગી ગયો હતો. પરંતુ પોલિસે તેને પકડી પાડ્યો હતો. આરોપીનું નામ નરેશ ઉર્ફે નવીન છે જયારે મૃતક મહિલાનું નામ આશા છે. આરોપીએ કથિત પ્રેમ પ્રકરણમાં મહિલા પર ત્યાં સુધી વાર કર્યા જયાં સુધી તેનો જીવ જતો ન રહ્યો. ઉલ્લેખનીય છે કે, હત્યાના બાદ પરિસ્થિતિ એવી બની કે લાશને એમ્બ્યુલન્સ ન આવતા ટેમ્પામાં લઇ જવી પડી હતી.

ઘટનાની વિગત જોઇએ તો, આરોપી પ્રેમી નવીન અને મૃતક આશા બંને એક જ વિસ્તારમાં રહે છે અને તેના કારણે બંને એકબીજાના સંપર્કમાં આવ્યા હતા. ત્યારે આ દરમિયાન જ આરોપીને આશાબેન સાથે એક તરફી પ્રેમ હોવાનું જણાવવામાં આવી રહ્યુ છે. જો કે, આ મહિલાએ પોતે પરણિત હોવાથી અને તેના બે બાળકો હોવાને કારણે પ્રેમસંબંધ રાખવાની ના કહી હતી. જો કે, તો પણ આરોપી મહિલાને દબાણ કરી રહ્યો હતો અને તેના કારણે મહિલા વાતચીત કરતી ન હતી , જે બાદ આરોપીએ હત્યાનો પ્લાન બનાવ્યો.

Image source

ત્યારે મંગળવાર સાંજે 5.30 વાગ્યાના અરસામાં આશાબેન બોડાણા માધવપુરા વિસ્તારમાં આવેલ જોગણી માતાના મંદિર પાસે શાક લેવા ઉભા હતા ત્યારે આરોપી નવીને પાછળથી આવી એક બાદ એક છરીના ઘા ઝીંકા દીધા અને આશાબેનની હત્યા કરી નાખી. ઉલ્લેખનીય છે કે, ધોળા દિવસે થયેલી હત્યાના બનાવ લઈ પોલીસ કામગીરી પર અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે.