ખબર

મેલડી માતાજીના મંદિરમાં અમદાવાદની યુવતીએ એવું કારસ્તાન કર્યું કે પૂજારીએ તરત જ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી

અમદાવાદની યુવતિએ બોરસદમાં આવેલા દાવોલ ગામમાં માતાજીના મંદિરમાં દારૂ ચઢાવતા ભારે વિવાદ સર્જાયો છે. ગામના લોકોમાં આ ઘટના બાદ રોષ ફાટી નીકળ્યો છે. આ સાથે જ હાલ આ મુદ્દો ટોક ઓફ ધ ટાઉન બની ગયો છે. આ યુવતિએ નશામાં ધૂત થઇને આ કારસ્તાન કર્યુ હતુ. આ ઉપરાંત તેણે હોબાળો પણ મચાવ્યો હતો. સમગ્ર ઘટનાને લઇને ગ્રામજનોમાં રોષ પણ ફાટી નીકળ્યો છે. લોકો આ યુવતિ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે,આ યુવતિએ અગાઉ એક યુવક સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. જો કે, આ બાબતે હાલ પોલિસે ફરિયાદ નોંધી છે અને કાર્યવાહી હાથ ધરી છે.


ઘટનાની વિગત તપાસીએ તો, ઇશનપુરમાં રહેતી મહિલાએ મંદિરમાં દારૂ છાંટ્યો હતો,જેનો વીડિયો પણ વાયરલ થયો હતો. આ મામલે પૂજારી દ્વારા બોરસદ સિટી પોલિસ સ્ટેશનમાં યુવતિ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. આ યુવતિ નશાની હાલતમાં હતી. ગ્રામજનો દ્વારા તેને ઘણી સમજાવવામાં આવી હતી પરંતુ તેણે કોઇનું માન્યુ ન હતુ. યુવતિનો દારૂ છાંટતો વીડિયો વાયરલ થયા બાદ ઘણો હોબાળો મચી ગયો હતો.

ઉલ્લેખનીય છે કે, પૂજારીએ યુવતિને ના પણ પાડી હતી કે તે આવું ન કરે. મંદિરમાં દારૂ ચડાવી અંધશ્રદ્ધા ફેલાવવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે. જે યુવતિએ આ કારસ્તાન કર્યુ છે તે અમદાવાદની જ છે અને તે મંદિરમાં જયારે પ્રવેશી ત્યારે તે નશામાં ધૂત હતી. જો કે, સમગ્ર મામલે અમદાવાદની યુવતિ સામે ફરિયાદ પોલિસ દ્વારા નોંધાવમાં આવી છે.