અમદવાદમાં વાઈફ સ્વેપિંગનો મામલો: પતિએ પત્નીને કહ્યું કે “તું ભાઈના રૂમમાં જા, હું ભાભી સાથે….” પછી બન્યું એવું કે……

મોડર્ન જમાનામાં પતિએ પત્નીને કહ્યું કે તું મારા મોટાભાઈ સાથે અને ભાભી મારી સાથે રંગીન રાતો માણશે’ પછી જે થયું

આજે લોકો પશ્ચિમી સંસ્કૃતિનું આંધળું અનુકરણ કરી રહ્યા છે. પહેરવેશથી લઈને ખાણીપીણીમાં પશ્ચિમનું અનુકરણ કરી રહ્યા છે. ઘણી જગ્યાએ એવા કિસ્સાઓ પણ સામે આવે છે જ્યાં પોતાના પાર્ટનરને એક્સચેન્જ કરવાની એક ગંદી પ્રથા પણ ચાલે છે. હાલ આવો જ એક મામલો અમદાવાદમાંથી પણ સામે આવ્યો છે. (તમામ તસવીરો પ્રતીકાત્મક છે.)

પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદના ઘાટલોડિયામાં રહેતી એક યુવતીએ સોલા પોલીસ સ્ટેશનમાં સાસરિયાં સામે ચોંકાવનારો આક્ષેપ કરીને ફરિયાદ નોંધાવી છે. યુવતીનો આક્ષેપ છે કે, તેનો પતિ તેને પોતાના મોટા ભાઈ એટલે કે જેઠ સાથે માણવા દબાણ કરે છે કે જેથી પોતે મોટા ભાઈની પત્નિ  એટલે કે ભાભી સાથે સંબંધ બાંધી શકે.

(પ્રતીકાત્મક તસવીર)

મહિલાએ આક્ષેપ કર્યો છે કે તેનો પતિ અને જેઠ માનસિક ત્રાસ આપતા હતા. એટલું જ નહીં પતિ અને જેઠે આ મહિલાને વાઈફ સ્વેપિંગ કરવાનું પણ કહ્યું હતું. પતિએ પત્નીને સ્પષ્ટ કહ્યું હતું કે, તેને તેના જેઠ સાથે કરવાનું અને તે તેની ભાભી સાથે કરશે. પરંતુ મહિલાએ આ બાબતે મનાઈ કરતાં તેને ત્રાસ આપવાનું શરૂ કરાયું હતું.

વાત એટલેથી જ અટકી નહીં પરંતુ આ મહિલા પાસે વધુ દહેજ પણ માગવામાં આવતું હતું. જ્યારે આ મહિલાનો જેઠ ખરાબ ઈરાદા સાથે તેને સ્પર્શ કરવાનો પ્રયત્ન પણ કરતો હતો.  જેનાથી કંટાળીને આખરે મહિલાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.

આ બાબતે મળી રહેલી વધુ માહિતી પ્રમાણે મહેસાણા જિલ્લામાં આવેલા એક ગામની 34 વર્ષીય મહિલાના લગ્ન વર્ષ 2009માં ચાણક્યપુરી ખાતે રહેતા એક યુવક સાથે થયા હતા. આ મહિલાને સંતાનમાં બે દીકરા છે જે હાલ તેની સાથે રહે છે. લગ્ન સમયે આ મહિલાના પતિએ અને તેના ભાઈએ મહિલાના માતા-પિતા સાથે પૈસાની માગણી કરતાં મહિલાના માતા પિતાએ લગ્ન વખતે પૈસા આપ્યા હતા.

લગ્ન બાદ આ મહિલાનો પતિ બેકાર હતો તે સમયે મહિલાનો પતિ, જેઠ અને નણંદ કહેતા કે, પરણીને આવી છે તો બધાને કમાઈને તારે ખવડાવવું પડશે અને તારા ઘરેથી હજુ પણ પૈસા લાવવા પડશે એમ કહી તેને શારીરક માનસિક ત્રાસ આપવાનું શરૂ કર્યુ હતું. જેના બાદ આ મહિલાએ પહેલા પોલિટેક્નિક કોલેજમાં લેક્ચરર તરીકે નોકરી પણ શરૂ કરી દીધી હતી.

વર્ષ 2013માં મહિલાનો પતિ નાઇજીરીયા દેશના લાગોસ ખાતે નોકરી માટે ગયો હતો અને તેના છ મહિના પછી આ મહિલા પણ ત્યાં ગઈ હતી. બાદમાં પતિ-પત્ની અલગ અલગ કંપનીમાં કામ કરતા હતા. ત્યારે પણ મહિલાનો પતિ કહેતો કે, તું તારા ઘરેથી પૈસા મંગાવી લે અને પૈસા ના મંગાવી શકતી હોય તો તું તારા ઘરે જતી રહે તેમ કહી તેને ત્રાસ આપતો હતો.

મહિલા ગર્ભવતી થતાં વર્ષ 2015માં તે ભારત ખાતે પ્રસૂતિ માટે આવી હતી અને દીકરાને જન્મ આપ્યો હતો. જ્યારે મહિલા પ્રસુતિ માટે ભારત આવી હતી ત્યારે તેના જેઠે ખોટી માગણીઓ કરી તેને માનસિક શારીરક ત્રાસ આપ્યો હતો. જે બાબતે મહિલાએ તેના પતિને આ વાત કરતાં તેમણે કહ્યું કે, આ ઘરમાં રહેવું હોય તો આ બધું તો સહન કરવું પડશે અને સહન ના થાય તો તારા પિતાના ઘરે જતી રહે. ત્યારબાદ વર્ષ 2017માં બીજી પ્રસુતિ માટે જ્યારે આ મહિલા ભારત આવી હતી ત્યારે પણ તેને દીકરાને જન્મ આપ્યો હતો અને વર્ષ 2017માં આ મહિલાના સસરાનું મૃત્યુ થતાં તેનો પતિ પણ પરત ભારત આવી ગયો હતો.

ભારત આવી ગયા બાદ મહિલાનો પતિ અને જેઠ બંને ભેગા મળીને તેને દબાણપૂર્વક કહેતા કે, તારે વાઈફ સ્વેપિંગ કરવું પડશે. ત્યારે યુવતીએ એટલે શું? તેવુ પૂછતાં તેના પતિએ કહ્યું કે, તેને તેના ભાઈ એટલે કે જેઠ સાથે કરવાનું અને ભાઈની પત્ની સાથે મારે એટલે કે, એક બીજાની પત્નીઓ બદલીને કરવાનું. જેથી મહિલાએ આ બાબતે સ્પષ્ટ ના પાડતા બંનેએ ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું.

ત્યારબાદ વર્ષ 2018માં મહિલા અને તેનો પતિ પાછા નાઇજીરીયા ગયા હતા. ત્યારે ત્યાં દારૂ પીને તેનો પતિ તેને માર પણ મારતો હતો. એટલું જ નહીં વર્ષ 2020માં જ્યારે મહિલા પાછી અમદાવાદ આવી ત્યારે તેના જેઠે તેની સાથે જાતિય માગણી કરતા તેના શરીરે ખોટી રીતે સ્પર્શ કરવાનો પણ પ્રયત્ન કર્યો હતો. જો કે મહિલાએ ઇનકાર કરતાં તેના જેઠ દ્વારા તેને અભદ્ર ગાળો બોલી અને દુર્વ્યવહાર પણ કરવામાં આવ્યો હતો.

પરણિત મહિલાએ તેના પતિને તેના ભાઈના આવા ખરાબ વર્તન વિશેની વાત કરી તો તેને કહ્યું કે, મારો ભાઈ કહે તે તારે કરવાનું અને ના કરવું હોય તો મારે છુટાછેડા આપી દે. જેથી આ બાબતે મહિલાએ કંટાળીને પોલીસને મદદ લીધી હતી અને ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ બાદ સોલા પોલીસે આ મામલે આરોપી પતિ જેઠ અને ફોઈની દીકરી એવી નણંદ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Niraj Patel