અમદાવાદ : દીકરી સાથે મળી પત્નીએ દારૂડિયા પતિની ઠંડા કલેજે કરી હત્યા, એક કલાક સુધી ગળે ટૂંપો…

અમદાવાદ : પતિના ગળે એક કલાક સુધી દુપટ્ટો બાંધી બેસી રહી પત્ની, દીકરીએ રૂમાલ મૂકી દબાવ્યું પિતાનું મોઢુ- જાણો હચમચાવી દે તેવો કિસ્સો

ગુજરાતમાંથી અવાર નવાર હત્યાના ઘણા કિસ્સાઓ સામે આવે છે, જેમાં ઘણીવાર અંગત અદાવત અથવા તો અવૈદ્ય સંબંધ કે પછી ઘરકંકાસ મુખ્ય કારણ હોય છે. કેટલીકવાર પતિ દ્વારા પત્નીની અથવા તો પત્ની દ્વારા પતિની હત્યાના પણ કિસ્સા સામે આવે છે. ત્યારે હાલમાં અમદાવાદમાંથી હત્યાનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં પૂર્વ વિસ્તારમાં પતિની શંકાના કારણે પત્નીને રોજ માર ખાવો પડતો હતો અને આ રોજેરોજના ત્રાસના કારણે પત્નીએ તેની દીકરી સાથે મળી પોતાના જ પતિની હત્યા કરી નાખી.

આ મામલો કુદરતી રીતે મોત લાગે તે માટે પ્રયાસ કરવામાં આવ્યો પણ પીએમ રીપોર્ટે મા-દીકરીનો ખેલ બગાડી દીધો. પતિની હત્યા કર્યા પછી પૂરાવાનો પણ નાશ કરવામાં આવ્યો હતો, અને કુદરતી મોત લાગે તે માટે પણ પૂરી પ્રયાસ કરવામાં આવ્યા હતા. પણ પોસ્ટમોર્ટમના અંતે ભાંડો ફૂટી ગયો. ઘટનાની પ્રાપ્ત વિગત અનુસાર, મૃતક કિશોર જાદવ દરરોજ તેની પત્ની ગીતા જાદવ અને બે દીકરીઓને ઢોર માર મારતો. રવિવારના રોજ પણ તેણે માર માર્યો અને તેથી જ ઉશેકરાયેલી મા-દીકરીએ તેની હત્યાનું ષડ્યંત્ર રચ્યું.

જ્યારે કિશોર સુઈ રહ્યો હતો, ત્યારે પત્ની ગીતાએ તેનું દુપટ્ટાથી ગળું દબાવી દીધુ અને દીકરીએ પિતાના ચહેરા પર રૂમાલ મૂકી મોઢું દબાવી રાખ્યુ. જેને કારણે તે બૂમ ના પાડી શકે. આ ઘટના પછી ગીતાએ ભત્રીજાને ફોન કરીને કહ્યું કે કિશોર ઉઠી રહ્યા નથી. તે બાદ તેને હોસ્પિટલમાં લઈ જતા ડોક્ટરે તેને મૃત જાહેર કર્યા. પણ આ વાતે ભત્રીજાને શંકા ગઇ અને તે બાદ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં પણ હત્યા થઈ હોવાનું સામે આવતા પોલીસે ગુનો નોંધી મા-દીકરીની ધરપકડ કરી. જો કે, બાદમાં બેકાર પતિથી કંટાળી પત્નીએ હત્યા કરી હોવાની કબૂલાત પણ કરી હતી.

ગીતા જાદવ અને કિશોર જાદવને બે દીકરીઓ છે જે સોડા ફેકટરીમાં નોકરી કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. જ્યારે બેકાર કિશોર દારૂ પીને પત્ની અને દીકરી પર શંકા રાખી રોજઅત્યાચાર કરતો. ત્યારે આ રોજના ત્રાસને કારણે રવિવારના રોજ ગીતાએ પતિની હત્યા કરી દીધી. ઉલ્લેખનીય છે કે, ગીત જાદવ પર પતિનો એટલો ડર હાવી થઈ ગયો હતો કે થોડી જ સેકન્ડોમાં પતિનું મોત થવા છત્તાં તે એક કલાક સુધી દુપટ્ટો ગળે બાંધી બેસી રહી. એવા ડરથી કે જો કિશોર જીવી જશે તો તેને ફરી મારશે.

Shah Jina