ખબર

અમદાવાદમાં વિકૃત પતિની ગંદી હરકત, અશ્લીલ ફિલ્મો જોઈને પત્ની પાસે કરતો એવી માંગણી કે જાણીને જ તમ્મર આવી જશે

નરાધમ પતિ રોજ રોજ ગંદી ફિલ્મો જોતો પછી પત્નીને કહેતો કે આપણે આજે અપ્રાકૃતિક શરીર સુખ…જાણો વિગત

ગુજરાતમાંથી મહિલાઓને પ્રતાડિત કરવાના ઢગલાબંધ કેસ સામે આવી રહ્યા છે, કોઈ મહિલાને સાસરી તરફથી દહેજ માટે પ્રતાડિત કરવામાં આવતી હોય, તો ઘણા કિસ્સાઓમાં મહિલાઓ સાથે શારીરિક છેડછાડ કરવામાં આવતી હોય અને ઘણા કિસ્સાઓ પત્નીને પતિ દ્વારા માર મારવાના પણ સામે આવતા હોય છે, પરંતુ હાલ અમદાવાદમાંથી એક એવી ઘટના સામે આવી છે જે જાણીને જ રૂંવાડા ઉભા થઇ જાય. (તમામ તસવીરો પ્રતીકાત્મક છે.)

પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદના પૉશ વિસ્તાર ગણાતા નવરંગપુરા વિસ્તારમાં એક આઇટી કંપની ચલાવતો પતિ અશ્લીલ ફિલ્મો જોઈને પત્ની પાસે અપ્રાકૃતિક સંબંધો બનાવવાની માંગણી કરતો હતો, અને જો પત્ની ના પાડે તો તેને ઢોર માર પણ મારતો હતો. જેના બાદ પરણીતાએ તેના પિયરજનોને વાત કરતા તેમને નવરંગપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

આ બાબતે મળી રહેલ વધુ વિગતો અંતર્ગત 45 વર્ષીય પરણિત મહિલાએ તેના પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જણાવ્યું છે કે તે એક ખાનગી કંપનીમાં નોકરી કરે છે અને તેનો પતિ એક આઇટી કંપની ચલાવે છે, પતિ વારંવાર અશ્લીલ ફિલ્મો જોઈને તેની પાસે અપ્રાકૃતિક સંબંધો બનાવવાની માંગણી કરે છે અને જો તે ના પાડે તો તેની સાથે મારઝૂડ પણ કરે છે.

પરણીતાએ પોતાની ફરિયાદમાં આગળ જણાવ્યું છે કે, ” જ્યારથી લગ્ન થયા છે ત્યારથી તેનો પતિ તેના ઉપર નાની નાની અને સામાન્ય બાબતોમાં તેની સાથે મારઝૂડ કરવાનું શરુ કર્યું હતું. મહિલાની ફરિયાદના આધારે કલમ 377 અને ઘરેલું હિંસા હેઠળ નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે.