અમદાવાદમાં હિન્દુ યુવતીની ઇન્ઝમામ સાથે આંખ મળી જતા પતિની એવી હાલત કરી કે જાણીને હ્રદય ધ્રુજી ઉઠશે

લગ્નમાં 7 7 જન્મ સાથે નિભાવવાની કસમ ખાધી, પરિણીતાને ઇન્ઝમામ સાથે ચક્કર ચાલુ થયું તો માસુમ પતિની એવી હાલત કરી કે કહેશો ઘોર કળયુગ આવી ગયો છે

ગુજરાતમાંથી અવાર નવાર હત્યાના અલગ અલગ કિસ્સાઓ સામે આવે છે. જેમાં કેટલીક વાર અંગત અદાવત, કેટલીકવાર પ્રેમ સંબંધ તો કેટલીકવાર લગ્નેત્તર સંબંધ કારણ હોય છે. ઘણીવાર તો લગ્નેત્તર સંબંધોનો એવો કરુણ અંજામ હત્યાના કિસ્સાઓ દ્વારા સામે આવે છે કે આપણા પણ સાંભળી રૂંવાડા ઊભા થઇ જાય. અમદાવાદમાંથી હાલ આવો એક કિસ્સો સામે આવ્યો છે. ખોખરા વિસ્તારમાં રહેતી એક પરિણીતાને બીજા ધર્મના પ્રેમી સાથે આંખ મળી ગઇ હતી અને તેને પામવા માટે પરણિતાએ તેના પતિની હત્યા કરી નાખી.

ખોખરામાં હિન્દુ યુવતીએ બીજા ધર્મના પ્રેમીને પામવા પતિની દવા પીવડાવી ગળું દબાવી હત્યા કરી નાખી. પરણિતાને છેલ્લા પાંચેક વર્ષથી બીજા ધર્મના યુવક સાથે પ્રેમ સંબંધ હતો. આ માટે આરોપી પત્ની પતિને રસ્તામાંથી હટાવવા રાજકોટથી ઘઉંમાં મુકવાની ઝેરી દવા લાવી અને રાત્રે દોઢેક વાગ્યે પતિને દવા પીવડાવી તેનું ગળું દબાવી હત્યા કરી દીધી. આ ઘટનાની જાણ થતા જ પોલીસે હત્યાનો ગુનો નોંધી પરણિતા અને તેના પ્રેમીની ધરપકડ કરી લીધી.

રોહિત બાંમણીયા મૂળ દાહોદના છે અને છેલ્લા કેટલાક સમયથી પરિવાર સાથે અમદાવાદના ખોખરા રેલવે કોલોની ખાતે રહે છે. રોહિતની પત્નીને છેલ્લા પાંચેક વર્ષથી રાજકોટના ઇન્ઝમામ ખ્યાર નામના વ્યક્તિ સાથે પ્રેમસંબંધ હતો અને તેને પામવા માટે તેમજ પતિને રસ્તામાંથી હટાવવા માટે તેણે પ્લાન બનાવ્યો. આરોપી ઇન્ઝમામ રાજકોટ ખાતેથી ઘઉંમાં મુકવાની ઝેરી દવા (સલફાસ) લઇ આવ્યો

પ્રતિકાત્મક તસવીર

ગઇકાલે એટલે કે 12 જાન્યુઆરીએ રાત્રે દોઢેક વાગ્યે રોહિતને વિશ્વાસમાં લઇ તેને ઝેરી દવા પીવડાવી ગળું દબાવીને મોતને ઘાટ ઉતારી દીધો. આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી ત્યારે તેમણે ઘટના સ્થળ પર પોહંચી બંને આરોપીઓ વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ કર્યો અને તેમની ધરપકડ કરીને વધુ પૂછપરછ હાથ ધરી.

Shah Jina