ઘોર કળયુગ આવી ગયો: અમદાવાદમાં પત્ની અને દીકરા આવું કરતા જ પતિથી સહન ન થયું, જાણીને હલબલી ઉઠશો
ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી આપઘાતની ઘણી બધી ઘટનાઓ સામે આવી રહી છે, જેમાં ઘણા લોકો આર્થિક તંગીના કારણે આપઘાત કરી લેતા હોય છે, તો ઘણી પરણીતાઓ પણ સાસરિયા અને પતિના ત્રાસના કારણે જીવન ટૂંકાવી લેતી હોય છે. પરંતુ હાલ અમદાવાદમાંથી ખુબ જ ચોંકવનારી ઘટના સામે આવી છે, જેમાં એક પતિએ પોતાની પત્ની અને દીકરાના ત્રાસથી મોતને વહાલું કરી લીધું છે.
આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદના સરદાર નગર રહેતા જગદીશભાઈ રામસિંઘાના લગ્ન વિનાબેન નામની મહિલા સાથે વર્ષ 1998માં થયા હતા. લગ્ન બાદ તેમને દિનેશ નામનો એક દીકરો પણ હતો, જેની ઉંમર આજે 20 વર્ષની છે. લગ્નના થોડા વર્ષો સુધી તેમનું જીવન ખુબ જ સારી રીતે ચાલતું હતું, પતિ પત્ની અને બાળક બંને પરિવારથી એકલા રહેતા હતા.
પરંતુ લગ્નના થોડા વર્ષો બાદ જ તેમની વચ્ચે કકળાટ શરૂ થઇ ગયો. વર્ષ 2019માં પત્ની તેના પતિને તેનું અને સસરાનું મકાન તેમજ દુકાન તેના નામ કરાવવા માટે દબાણ કરી રહી હતી. જેન બાદ સસરાએ તેમનું મકાન તેના પતિના નામે જ કરી દીધું જેના કારણે પણ પતિ પત્ની વચ્ચે ઝઘડા યથાવત રહ્યા.

એટલું જ નહીં પત્ની પોતાના પતિ પાસે ઘરનું પણ બધું જ કામ કરાવતી હતી, આ બાબતની જાણ જગદીશના પિતાને નાહોતી, પરંતુ જયારે જગદીશે પોતાના પિતાને આ વાત કરતા તેના પિતાએ ઠપકો આપ્યો હતો ત્યારે 20 જાન્યુઆરીના રોજ જગદીશના દીકરા આ વાત દાદાને કેમ જાણ કરી એમ કહીને લાફા પણ માર્યા હતા અને તેની માતાનો જ સાથ આપ્યો હતો.

આ ઝઘડો એટલો વધી ગયો હતો પત્નીએ અને દીકરાએ મળીને જગદીશભાઈને ઘરની બહાર કાઢી મુક્યા હતા. આ ઘટનાને લઈને તણાવમાં આવી ગયેલા પતિ સાબરમતી નદી પર આવેલા ઇન્દિરા બ્રિજ ઉપર ગયા હતા અને ત્યાંથી તેમને નદીમાં પડતું મૂકીને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું, જેના બાદ તેમનો મૃતદેહ 26 જાન્યુઆરીના રોજ તેમનો મૃતદેહ મળી આવ્યો હતો. જેના બાદ આ ઘટના અંગે જગદીશભાઈના પિતાએ એરપોર્ટ પોલીસ મથકમાં પુત્રવધુ વિરુદ્ધ ફરિયાદ નોંધવી હતી.

આ પહેલા પણ એવી ઘટનાઓ સામે આવી છે જેમાં પતિએ પત્નીના ત્રાસથી આપઘાત કરી લીધો હોય. થોડા સમય પહેલા જ એક કિસ્સો ગુજરાતના દાહોદના દેવગઢબારિયામાંથી સામે આવ્યો હતો. દેવગઢ બારિયા તાલુકાના ભથવાડા ગામમાં લગ્નેતર સંબંધ રાખતી પત્ની અને તેના સબંધીઓ દ્વારા રૂમમાં બંધ કરીને પતિ માર મારવામાં આવતો અને સાથે પત્ની દ્વારા મેણા પણ મારવામાં આવતા કે મરી જા. આ વાતો વધારે સહન ન કરી શકતા શિક્ષક પતિએ ઝેરી દવા ગટગટાવી આપઘાત કરી લીધો.
તેની પાસેથી અંતિમ નોટ પણ મળી આવી હતી, આ આધારે પત્ની, તેના સંબંધી અને પ્રેમી મળીને સાત લોકો સામે આપઘાતના દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કરીને પીપલોદ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ઘટનાની વિગત તપાસીએ તો, 29 વર્ષિય દિલીપભાઇ કે જેઓ દેવગઢ બારિયા તાલુકાના રેબારી ગામના વચલા ફળિયામાં રહેતા, તેઓના લગ્ન ભથવાડા ભૂતિયા ગામની એક યુવતી સાથે થયા હતા.

આ યુવતીને લગ્નેતર સંબંધ હોવાથી તે તેના પતિને તું મરી જા કહીને મેણાં મારતી હતી. આ ઉપરાંત પત્નીના સંબંધી જશવંતસિંહ પટેલ, રતનસિંહ પટેલ, રંગીતભાઇ પટેલ, જનકભાઇ પટેલ, હર્ષદભાઇ પટેલ પણ ગાળા ગાળી કરીને કહેતા કે તારે બધું જ સહન કરવું પડશે, અને રૂમમાં બંધ કરીને માર પણ મારતા હતા. આ ઉપરાંત મારી નાખવાની અને ફસાવી દેવાની ધમકી પણ તેઓ આપતા હતા.
તેઓ દિલીપભાઇ પર અવારનવાર ત્રાસ ગુજારતા અને જીવન ટૂંકાવી નાખવા મજબૂર કરતાં. આ બાબતોથી કંટાળી તેમણે ઝેરી દવા ગટગટાવી આપઘાત કરી લીધો હતો. જો કે તેમને હોસ્પિટલ સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા પરંતુ તેમનું સારવાર દરમિયાન મોત થયું હતું.