અમદાવાદ : આનંદનગર વિસ્તારમાં લાગી ભીષણ આગ, 10થી વધુ ઝૂંપડા આગની ઝપેટમાં, જુઓ લાઈવ વીડિયો

અમદાવાદના આનંદનગરમાં આવેલ રેડિયોમિર્ચી ટાવર સામે આવેલા ઝૂપડામાં આગ લાગતા 10થી વધુ ઝૂંપડા આગની ઝપેટમાં આવી ગયા છે. ઘટનાની જાણ થતા જ ફાયરવિભાગની 15 જેટલી ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ બુઝાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

કોરોના મહામારી વચ્ચે આગના બનાવો વધી રહ્યા છે ત્યારે હાલ અમદાવાદમાંથી આગનો બનાવ સામે આવ્યો છે. આનંદનગરના રેડિયોમીર્ચી ટાવર પાસે આવેલા ઝૂપડાઓમાં આગ લાગી ગઇ હતી અને સ્થાનિકોએ આગ લાગ્યાની જાણ ફાયરવિભાગને કરી હતી. તેઓ તરત જ કાફલા સાથે ઘટના સ્થળે આવી ગયા હતા અને આગને કાબૂમાં લેવા પ્રયાસ હાથ ધરવામાં આવ્યા હતા.

હાલ તો આ ઝૂંપડપટ્ટી વિસ્તારને ખાલી કરી દેવામાં આવ્યો છે અને પોલિસ દ્વારા લોકોને દૂર રાખવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. એમ્બ્યુલેંસ અને પોલિસ ઘટનાસ્થળે હાજર છે તેમજ થોડી આગને કાબુમાં પણ લેવામાં આવી ચૂકી છે.

આ આગ વધુ ભીષણ બનતા ફાયરફાઇટરની મદદ લેવામાં આવી અને ઝૂંપડપટ્ટી થોડા ગીચ વિસ્તારમાં હોવાને કારણે અને આસપાસ મકાનો હોવાને કારણે આગને કાબૂમાં કરવા માટે ફાયરબ્રિગેડને મુશ્કેલી પડતા મકાનો પર ચડી અને પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે અને આગને કાબૂમાં લેવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

Shah Jina