અમદાવાદમાં પરિણીતાને યુવક જોડે મળી ગઈ આંખ, નડતરરૂપ પતિનું ઢાળી દીધું ઢીમ, પછી હજુ એક મોટો કાંડ કર્યો

અમદાવાદમાં લફરાબાજ પત્નીએ વેપારી પતિને એવી ભયંકર દર્દનાક મોત આપી કે જાણીને હાજા ગગડી જશે- જાણો અંદરની વિગત

રાજયભરમાંથી છેલ્લા ઘણા સમયથી આત્મહત્યા અને હત્યાના બનાવો વધતા જઇ રહ્યા છે. ત્યારે ઘણા લોકો વેરજેરને કારણે તો ઘણા લોકો પ્રેમ સંબંધને કારણે હત્યા કરી દેતા હોય છે. ઘણીવાર તો આડાસંબંધને કારણે પણ હત્યા નિપજાવી દેવામાં આવતા હોય છે, ત્યારે હાલ ગુજરાતના અમદાવાદમાંથી એક ચકચારી ભરેલો કિસ્સો સામે આવ્યો છે,જેમાં એક પત્નીએ તેના પ્રેમી સાથે મળીને પતિનું ઢીમ ઢાળી દીધુ. ફિલ્મી રીતે પરિણિતાએ તેના પ્રેમી સાથે મળી હત્યાનો પ્લાન બનાવ્યો હતો. ક્રાઇમ બ્રાન્ચે એક સામાન્ય કડીને આધારે આ હત્યાનો ભેદ ઉકેલી આરોપીને ઝડપી પાડ્યા હતા.

ઘટનાની વિગત તપાસીએ તો, અમદાવાદના વસ્ત્રાલની મંગલ જ્યોત સોસાયટીમાં બિપિનચંદ્ર પટેલ કે જેમની ઉંમર 37 વર્ષ છે તેઓના લગ્ન દીપ્તિ બહેન સાથે થયા હતા અને તેમનુ લગ્નજીવન પણ સારુ ચાલી રહ્યુ હતુ. ત્યારે આ બધા વચ્ચે એક દિવસ દીપ્તિબહેને 108 એમ્બયુલન્સને ફોન કરી સવારે ઘરે બોલાવી અને કહ્યુ કે પતિની તબિયત બગડી છે. પરિણિતાએ તેમને હોસ્પિટલ લઇ જવાનું કહ્યુ હતુ. હાર્ટ એટેક આવ્યો તેમ કહીને તેમને હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા જયાં તેમને ફરજ પરના તબીબોએ મૃત જાહેર કર્યા હતા.

તેમની મોત બાદ અંતિમવિધિ પણ કરી દેવામાં આવી હતી પરંતુ તે બાદ દીપ્તિ અને તેના પ્રેમી કે જેનું નામ સૌરભ છે તે બંને વચ્ચેના સંબંધોને લઇ શંકા ગઇ હતી. બિપિનચંદ્રની મોત બાદ બંનેનું જાહેરમાં મળવાનું વધી ગયુ હતુ અને તેમનુ મોત શંકાસ્પદ છે તેની બાતમી ક્રાઇમ બ્રાંચના સ્ટાફને મળી જે આધારે આ દિશામાં તપાસ કરતા સમગ્ર ઘટના પ્રકાશમાં આવી હતી. સૌરભ દીપ્તિ કરતા ઉંમરમાં નાનો હતો.

મૃતક

ક્રાઇમ બ્રાંચે સૌપ્રથમ તે બંને વચ્ચેના કનેક્શનને શોધવાનો પ્રયાસ કર્યો હતો. સૌરભનું ઘર દીપ્તિના ઘરની સામે હતુ અને તે બંને વચ્ચે સંબંધ હોવાની કડીઓ પણ મળવા લાગી હતી. ત્યાર બાદ પોલિસે ત્યાં તપાસ કરી જયાં સૌરભ કામ કરતો હતો. અહીં સૌરભ સાથે કામ કરતા જતીનની પોલિસે પૂછપરછ કરી હતી અને ત્યાર બાદ જાણવા મળ્યુ કે જે દિવસે બિપિનચંદ્રની હત્યા થઇ ત્યારે સૌરભે ઊંઘની ગોળીઓ જતીન પાસે લીધી હતી.

પોલિસે શંકાને આધારે તપાસ આગળ ધપાવી હતી અને તે બાદ આ હત્યાકાંડ સામેે આવ્યો હતો. ઘટનાને દિવસે જ સૌરભે દીપ્તિને ઊંઘની ગોળીઓ આપી અને તેમાંની 4 ગોળીએ દૂધમાં ભેળવી પીવડાવી દીધી. તે બાદ તે સૂઇ ગયા અને ત્યારે પત્નીએ પ્રેમીને બોલવી પહેલા પતિને માસ્ક પહેરાવ્યુ અને પછી તેના પર સેલોટેપ લગાવી તે બાદ મોઢા પર ઓશીકુ રાખી બિપિનચંદ્રની હત્યા કરી દીધી. આ હત્યા બાદ તેઓએ આ હત્યાને કુદરતી મોતમાં ખપાવી દીધી. ઓગસ્ટમાં થયેલી આ ઘટનાને ક્રાઇમ બ્રાંચે ઉકેલી અને આરોપીને જેલમાં ધકેલ્યા છે.

આરોપી

પોલિસ તપાસમાં જાણવા મળ્યુ છે કે દીપ્તિ અને સૌરભ બંને વર્ષ 2018થી એકબીજાના પ્રેમમાં હતા. લગભગ પાંચેક મહીના પહેલા બિપિનચંદ્રને આ વાતની જાણ થતા તેઓને ધમકાવવામાં આવ્યા હતા, જેના કારણે તેઓનું મળવાનું બંધ થઇ ગયુ હતુ. તે બાદ તેઓ આનો રસ્તો નીકાળવાનું વિચારતા હતા અને ત્યારબાદ સૌરભ સાથે કામ કરનાર જતીનની પત્ની નર્સ હોવાથી તેની પાસેથછી ઊંઘની ગોળીઓ લઇ હત્યા કરવાનો પ્લાન બનાવ્યો.

Shah Jina