ખબર

ધુમ્મસના કારણે વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ હાઈ-વે ઉપર 20-25 ગાડીઓનો અકસ્માત, જુઓ વીડિયો

આજે સવારથી જ સમગ્ર રાજ્યની અંદર ધુમ્મસ ભરેલું વાતાવરણ જોવા મળ્યું હતું, ધુમ્મસના કારણે રસ્તાઓ પણ સ્પષ્ટ દેખાઈ શકતા નહોતા, ત્યારે આજે આ ધુમ્મસના કારણે અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઇવે ઉપર 20-25 ગાડીઓનો અકસ્માત સર્જાયો હતો, જેના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યા છે.

બે દાયકા બાદ આટલુ ગાઢ ધુમ્મસ: ગાઢ ધુમ્મસને કારણે વાહન ચાલકો પરેશાન, 100ની ઝડપે ગાડી ચાલે ત્યાં 30ની ઝડપે વાહન ચલાવવું પડે છે. લોકો હેડલાઇટ અને પાર્કિંગ લાઇટ ચાલુ રાખીને વાહન હંકારતા જોવા મળ્યા હતા.અરવલ્લી અને પંચમહાલમાં પણ આવા જ દ્રશ્યો જોવા મળ્યા હતા.આ અકસ્માતના પગલે હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે.આજે વહેલી સવારથી જ મોડા સુધી ધુમ્મસ ભરેલું વાતાવરણ હોવાના કારણે રોડ ઉપર 100 ફૂટના અંતરે પણ સ્પષ્ટ જોઈ શકાય એમ નહોતું, જેના કારણે કાર ચાલકો ખુબ જ ધીમી ઝડપથી કાર હંકારી રહ્યા હતા. આ દરમિયાન જ વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ હાઈ-વે ઉપર 20-25 ગાડીઓને અકસ્માત સર્જાયો હતો.

સવારથી જ હાઇવે પર ગાઢ ધુમ્મસ હતું, જેને લીધે વિઝિબિલિટી સાવ ઘટી ગઇ આવા સમયમાં એકસપ્રેસ હાઈવે પર સ્પીડને લીધે વાહનો એકબીજા સાથે અથડાયાં, આણંદમાં આવેલ તારાપુર સહિત ભાલ પંથકમાં પણ સવારમાં ગાઢ ધુમ્મસ જોવા મળ્યું હતું.સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાની થઇ નહોતી, પરંતુ આ અકસ્માતમાં એક ગાડીની પાછળ બીજી ગાડી અથડાવવાના કારણે ગાડીઓને નુકશાન થયું હતું.