અરે રે ! હજી તો ત્રણ જ મહિના થયા હતા લગ્નને, પતિ-પત્ની વચ્ચે માથાકૂટ થતા પતિએ પત્નીને માથામાં..

ઘણીવાર પતિ-પત્ની વચ્ચે અણબનાવ અને ઝઘડા થવાના કિસ્સા સામે આવતા રહે છે અને ઘણીવાર તો આ ઝઘડા એટલુ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લેતા હોય છે કે તેનું પરિણામ ગંભીર આવે છે. હાલમાં જ અમદાવાદમાંથી એક એવો કિસ્સો સામે આવ્યો છે, જેને સાંભળીને તમે ચોંકી જશો. અમદાવાદના વાડજમાં પતિ-પત્ની વચ્ચે અણબનાવ થતા પતિએ પત્નીને માથામાં ઘા મારી તેની હત્યા કરી દીધી.

ચંદ્રભાગા હાઉસિંગના મકાનમાં રહેતા વિઠ્ઠલભાઇએ ગૌરી બહેન સાથે હજી તો ત્રણેક મહિના પહેલા જ લગ્ન કર્યા હતા. તેમની વચ્ચે પત્નીના પિયર જવાની વાતને લઇને ઝઘડો થયો હતો અને જોતોજોતામાં આ ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લેતા પત્નીના માથાના ભાગે ઘા મારી તેને લોહીલુહાણ કરી હતી અને તેનું મોત નિપજ્યુ હતુુ.

ઘટનાની જાણ થતા જ પોલિસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી, અને આ મામલે આરોપી પતિની ધરપકડ કરી હતી. આ મામલે હત્યાનો ગુનો દાખલ કરી પોલિસે વધુ કાર્યવાહી શરૂ કરી છે. લગ્નના 2-3 મહિનામાં જ પતિએ પત્નીની હત્યા કરી દેતા ચકચાર મચી જવા પામી છે.

Shah Jina