ખબર

અમદાવાદમાં 2.18 કરોડની લક્ઝરીયસ પોર્શે કારને રૂ. 27 લાખ 68 હજારનો દંડ અને પછી જે થયું

દેશભરમાં નવો નિયમ આવ્યા બાદ ઘણા લોકોને દંડ ફટકારવવામાં આવ્યો છે. ત્યારે આજે અમદાવાદ ટ્રાફિક પોલીસના એક અભિયાનમાં શહેરના અલગ-અલગ વિસ્તારમાંથી લકઝિયસ કારને ડિટેન કરી હતી. આ ટ્રાફિક ડ્રાઈવ અંતર્ગત ગાડીને ડિટેન કરવામાં આવી હતી. પ્લીટ્સના જણાવ્યા અનુસાર, દેશનો સૌથી મોટો દંડ વસુલવામાં આવ્યો છે.

અમદાવાદ પોલીસની ડ્રાઈવમાં 911 લકઝરીયસ ગાડીઓ ઝપટે ચડી હતી. આ ડ્રાઈવમાં પોલીસે નંબર પ્લેટ, સહિતના દસ્તાવેજો રજૂ ન કરી શકનારા ચાલકોની ગાડીઓ ડિટેન કરી હતી. પોલીસે ટ્વીટર હેન્ડલ પર આ ડ્રાઇવની માહિતી પણ આપી હતી.

તમને જાણીને નવાઇ લાગશે કે એક કારને મેમો આપ્યા બાદ આરટીઓએ (RTO) દ્વારા અધધધ 27 લાખ 68 હજારનો દંડ વસુલ કર્યો છે. જેમાં 16 લાખ રોડ ટેક્સ, 7 લાખ 68 હજાર ટેક્સ પર વ્યાજ, 4 લાખ રૂપિયા પેનલ્ટી અને 25 ટકા ઓરીજનલ ટેક્સ સાથે આરટીઓએ 27 લાખ 68 હજારનો ટેક્સ વસુલ કર્યો છે.

આ ડ્રાઈવમાં પીએસઆઇ એમ.બી.વીરજાએ લક્ઝૂરિયસ કાર મર્સિડીઝ,પોર્શે, રેંજ રોવર, તેમજ ફોર્ચ્યુનર જેવી કારને ડિટેન કરી હતી. આ સાથે જ પોલીસે સંદશો આપ્યો હતો કે, આદત બદલો તો અમદાવાદ બદલાશે.

જણાવી દઈએ કે, અમદાવાદ પોલીસ દ્વારા ટ્રાફિક નિયમોના પાલન માટે અનેક અભિયાનોનું આયોજન કરવામાં આવે છે. દંડની રકમ વધી હોવા છતાં અમદાવાદીઓનું ઉદાસીન વલણ જોવા મળે છે.

આ પહેલા પણ અમદદવા ટ્રાફિક પોલીસે 29 નવેમ્બરના રોજ હેલ્મેટ સર્કલ પાસે 2.18 કરોડની 911 મોડલની પોર્શે કારને અટકાવતા કારમાં આગળ-પાછળ નંબર પ્લેટ ન હતી, સાથે જ જરૂરી ડોક્યુમેન્ટ ન હોવાથી કારને ડિટેઇન કરવામાં આવી હતીઆ સાથે જ કાર ચાલકને રૂ.9.80 લાખનો દંડ ફટકાર્યો હતો.