ખબર

મોટી ખબર: અમદાવાદમાં આવતીકાલથી ખુલશે માર્કેટ, કરવું પડશે આ શરતોનું પાલન

દેશભરમાં કોરોના વાયરસને કારણે લોકડાઉન ચાલી રહ્યું છે, અને ઝોન પ્રમાણે કેટલીક છૂટછાટ પણ આપવામાં આવી છે. ત્યારે ગુજરાતમાં કોરોના વાયરસના દર્દીનો આંકડો 10 હજાર નજીક પહોંચી ગયો છે. એકલા અમદાવાદમાં જ કોરોના વાયરસના 6 હજારથી વધુ કેસ નોંધાઇ ચૂક્યા છે. ત્યારે અહીં લોકડાઉનનું સખ્તાઇથી પાલન કરાવવામાં આવી રહ્યું છે. દૂધ અને દવા સિવાય તમામ ચીજવસ્તુઓની લારી-દુકાન બંધ હોવાને કારણે લોકોને ઘણી તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે.

Image Source

પરંતુ હવે આવતીકાલથી અમદાવાદમાં આંશિક લોકડાઉન ખુલી રહ્યું છે. અમદાવાદમાં કોરોનાને લગતી કામગીરીનો હવાલો સંભાળતા વરિષ્ઠ IAS રાજીવકુમાર ગુપ્તાએ એક વિડીયોમાં આવતીકાલથી અમદાવાદમાં દૂધ અને દવા ઉપરાંત શાકભાજી, ફળ અને કરિયાણાની દુકાનો અને લારીઓની કામગીરી ફરી શરૂ કરવાની જાહેરાત કરી છે.

સાથે જ તેમને જણાવ્યું કે આ દુકાનો રોજ સવારે 8 વાગ્યાથી બપોરે 3 વાગ્યા સુધી આ દુકાનો ચાલુ રહેશે. જો કે આ માટે કેટલાક નિયમોનું પાલન કરવાનું રહેશે –

  • બજારો રોજ સવારે 8થી બપોરે 3 વાગ્યા સુધી ચાલુ રહેશે. પરંતુ સવારે 8થી 11 મહિલાઓ અને બાળકો જાય, અને પછી પુરુષો જાય, એવી શરત રાખવામાં આવી છે.
  • દરેક વ્યક્તિને જરૂર પૂરતી વસ્તુઓ ખરીદવાનું કહેવામાં આવ્યું છે અને સાથે જ એવું પણ કહેવામાં આવ્યું છે કે ઘરમાં જરૂરી સમાન જ લાવવો સંગ્રહખોરી ન કરવાની અપીલ કરી છે.
  • માસ્ક જરૂર લગાવવું, અને લોકોએ સોશિયલ ડિસ્ટનસિંગનું પાલન કરવું. ખરીદી કર્યા બાદ ઘરે જઈને હાથ ધોવા, કપડા બદલવા અને નહાવાની અપીલ પણ કરવામાં આવી છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.