ગુજરાતમાંથી ઘણીવાર અકસ્માતની ખબરો સામે આવતી રહે છે ત્યારે હાલમાં અમદાવાદમાંથી ફરી એકવાર ગોઝારા અકસ્માતની ઘટના સામે આવી. મોડી રાતે IIM બ્રિજ તરફથી ઓવર સ્પીડમાં આવતા થાર ચાલકે એક કારને જોરદાર ટક્કર મારી.
હાલ તો આ કેસમાં કોઇ ચોક્કસ માહિતી સામે નથી આવી પરંતુ આ અક્સમાતમાં 2 લોકોનાં મોતની આશંકા છે. પ્રાપ્ત જાણકારી મુજબ, અમદાવાદના નારાણપુરા વિસ્તારમાં એઈસી બ્રિજ પાસે થાર કારનો ચાલક ઓવર સ્પીડમાં કાર હંકારી રહ્યો હતો અને અકસ્માત સર્જાતા કારનું ટાયર ફાટી ગયું.
થાર ચાલકે વેગેનાર કારને જોરદાર ટક્કર મારી અને થાર કારનો ચાલક નબીરો હોવાનું સામે આવ્યુ. આ અકસ્માત એટલો ગોઝારો હતો કે થાર કારનું એક ટાયર પણ ફાટી ગયું હતું. હાલ તો આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.