ખબર ખેલ જગત

ખુશખબરી : મોટેરા સ્ટેડિયમમાં ટિકિટોનું વેચાણ શરૂ, જાણો કેવી રીતે મેળવી શક્શો ટિકિટ

મોટેરા સ્ટેડિયમની ટિકિટ લો એ પહેલા આ કામ જરૂર કરજો બાકી મેચની મજા બગડશે

વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ અમદાવાદના મોટેરામાં છે. અમદાવાદમાં મોટેરા ખાતે નવનિર્મિત વિશ્વના સૌથી વિશાળ સ્ટેડિયમમાં 9 વર્ષ બાદ 24 ફેબ્રુઆરીથી ટેસ્ટ મેચ રમાશે. ટેસ્ટ ક્રિકેટને લઇને ક્રિકેટ ચાહકોમાં ઉત્સુકતા જોવા મળી રહી છે. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે યોજાનારી મેચના આયોજનને લઇને તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. મેચની ટિકિટ બુક માય શો એપ અને ગુજરાત ક્રિકેટ એસોસિયેશનની વેબસાઇટ www.gujaratcricketassociation.com પર બુક કરાવી શકશો.

Image source

પ્રેક્ષકોએ મેચની જેમ વાહન પાર્ક કરવાની પણ ટિકિટ ઓનલાઇન એપથી બુક કરાવવી પડશે. તમે www.showmyparking.com પર વાહન પાર્ક કરાવવા માટે ટિકિટ બુક કરાવી શકશો. તમને જણાવી દઇએ કે, પાર્કિંગ માટે સ્ટેડિયમની આસપાસ 27 પ્લોટ ફાળવાયા છે. જોકે ઓનલાઈન પાર્કિંગ બુક નહીં કરાવનારને પાર્કિંગ પ્લોટમાં વાહન પાર્ક નહીં કરવા દેવાઇ. જ્યાં ત્યાં વાહન પાર્ક કરનારનું વાહન પોલીસ ટો કરશે.

Image source

વાહન પાર્કિંગ માટે ટુ વ્હીલર હોય તો રૂ.30 જ્યારે ફોર વ્હીલર માટે રૂ.100 પાર્કિંગ ચાર્જ છે. જો તમે વાહન જ્યાં ત્યાં પાર્ક કર્યું હશે તો પોલીસ ટો કરશે. મેચ દરમિયાન મોટેરા સ્ટેડિયમ પર દરેક પાર્કિંગ પ્લોટની બહાર તેમજ પાર્કિંગની સ્ટેડિયમ સુધીના રસ્તા પર ટ્રાફિક પોલીસના 1150થી વધુ અધિકારી અને કર્મચારી તહેનાત રહેશે.

Image source

વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં રમાનારી ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની મેચમાં વાઇટ બોલ ટેસ્ટ મેચની એક ટિકિટનો ભાવ 300થી લઇને 2500 રૂપિયા સુધી નક્કી કરાયો છે. પિન્ક બોલ ટેસ્ટ મેચને લઈને જો તમારે ઓફલાઈન ટિકિટ લેવી હોય તો ટિકીટોનું વેચાણ ઓફલાઈન પણ શરુ થશે.. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાનારી ત્રીજી અને ચોથી ટેસ્ટ માટે ટિકિટનું વેચાણ 18 ફેબ્રુઆરીના રોજ શરૂ થઇ ચૂક્યુ છે.

Image source

ઉલ્લેખનીય છે કે, ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે યોજાનારી ડે નાઈટ ટેસ્ટ મેચ માટેની ટિકિટ હાલ ઓનલાઈન વેચાઈ રહી છે. જેમાં મેદાનની કુલ સીટીંગ કેપેસિટી મુજબ 50 ટકા પ્રેક્ષકોને પ્રવેશ આપવામાં આવશે.

Image source

આ મેચની ટિકિટ “બુક માય શો” એપના માધ્યમથી મળવાની શરૂ થઈ ગઈ છે. સાથે ટેસ્ટ મેચ રમાતી હશે તે સમયે જે તે દિવસની ટિકિટનું વેચાણ ગુજરાત ક્રિકેટ એસોસિયેશન દ્વારા મોટેરા સ્ટેડિયમ ખાતેથી પણ કરવામાં આવશે. VIP લોકો માટે છે અલગથી પ્રવેશ : વીઆઈપી દર્શકો માટે સ્ટેડિયમમાં પ્રવેશ માટે એક અલગ પ્રવેશ દ્વાર છે. અમેરિકાના પૂર્વ પ્રમુખ ટ્રમ્પ જ્યાંથી આવીએ ત્યાંથી VIPને એન્ટ્રી મળશે.