અમદાવાદમાં 16 વર્ષના સગીરે કરી સાબરમતીમાં કૂદી આત્મહત્યા, પાછળથી એવું રહસ્ય ખુલ્યું કે કહેશો આ લોકોને જલ્દી જેલ ભેગા કરો

અમદાવદમાં ફક્ત 16 વર્ષના સગીરે નદીમાં કૂદીને કરી લીધો આપઘાત, કારણ છે ખુબ દર્દનાક

ગુજરાતમાંથી અવાર નવાર આત્મહત્યાના કિસ્સાઓ સામે આવતા રહે છે. ઘણીવાર કોઇ પ્રેમસંબંધમાં આપઘાત કરી લેતા હોય છે તો ઘણીવાર માનસિક ત્રાસને કારણે પણ કેટલાક આપઘાત કરી લેતા હોય છે. પરંતુ હાલ જે આપઘાતનો કિસ્સો અમદાવાદમાંથી સામે આવ્યો છે, તેમાં એક સગીરે સાબરમતી નદીમાં કૂદી એ માટે આપઘાત કર્યો કારણ કે તેને બે વ્યક્તિઓએ ધમકાવ્યો હતો. જે બાદ તેણે નદીમાં ઝંપલાવી આત્મહત્યા કરી લીધી હતી. આ બાબતે સગીરની માતાએ આરોપી વિરૂદ્ધ દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાવી છે. (તમામ તસવીરો પ્રતિકાત્મક છે)

ઘટનાની વિગત તપાસીએ તો લગભગ છ એક મહિના પહેલા ફરિયાદીનો પુત્ર ક્રિકેટ મેચ રમી પોપટલાલના બગીચા પાસે ઊભો હતો ત્યારે જ તેની સુરેશ અને અશ્વિન નામના વ્યક્તિના પુત્રો સાથે બોલાચાલી થઇ હતી જે બાદ બંને એક જ સમાજના હોવાને કારણે સમાધાનની વાત કરી પરંતુ આ બંને વ્યક્તિઓ ફરિયાદીના દીકરાને પરેશાન કરતા હતા અને ધમકાવતા હતા. આ વાતની જાણ સગીરે ફરિયાદીને કરી હતી.

ત્યારે 14 માર્ચના રોજ આરોપીઓએ ફરિયાદી, તેમના પતિ અને પુત્રને રામાપીર મંદિર પાસે મળવા બોલ્યા અને ત્યાં ધમકી આપી કે કેમ અમારા છોકરા સાથે મારામારી કરી ? અમે તને નહિ છોડીએ. તારા દીકરાને એવા કેસમાં ફસાવીશ કે પાંચ લાખ રૂપિયા બગાડીશ તો પણ જામીન નહિ મળે. તારા દીકરાને તો જીવવા જ નહીં દઈએ, પછી ભલે અમારે અમારા જામીન કરાવવા માટે પાંચ લાખ રૂપિયા ખર્ચવા પડે.

આ બાદ ફરિયાદી ડરી ગઇ અને તે બાદ માફી માંગી ત્યાંથી નીકળી ગયા. જો કે, ફરિયાદીનો દીકરો ઘણો જ ડરી ગયો હતો અને તેણે ઘરે એવું કહ્યુ કે પાંચ મિનિટમાં બહાર જઇને આવું જે બાદ તે ઘરેથી નીકળી ગયો. પછી અમદાવાદ એલિસબ્રિજ પોલિસ સ્ટેશનમાં તેમણે ફરિયાદ નોંધાવી અને ત્યારે જ ગઇકાલે સવારે સગીરની લાશ સાબરમતી નદીમાંંથી મળી આવી, જે બાદ સુરેશ અને અશ્વિન નામના વ્યક્તિ વિરૂદ્ધ આત્મહત્યા માટે દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

Shah Jina