અમદાવાદના ઓઢવમાં વ્યાજખોરોના ત્રાસથી શિક્ષકે ગળે ફાંસો ખાઇ કર્યો આપઘાત, 5.50 લાખની સામે 14 લાખ આપ્યા પણ તેમ છત્તાં…

આ અંતિમ ચિઠ્ઠી વાંચી ને રડી પડશો: ‘કદાચ મારા મર્યા પછી મારા પરિવારને…’ સુસાઇડ નોટ લખી અમદાવાદના શિક્ષકે વ્યાજખોરના ત્રાસથી ગળે ફાંસો ખાઇ કર્યો આપઘાત

Ahmedabad Teacher Suicide Case : ગુજરાતમાંથી ઘણીવાર આત્મહત્યાનો કિસ્સો સામે આવે છે. કેટલીકવાર પ્રેમ સંબંધ, કેટલીકવાર આર્થિક તંગી તો કેટલીકવાર વ્યાજખોરોના ત્રાસ સહિત અનેક કારણો હોય છે. ત્યારે હાલમાં અમદાવાદમાંથી એક શિક્ષકની આત્મહત્યાનો કિસ્સો સામે આવ્યો છે, જેમાં 5 લાખ રૂપિયાનું વ્યાજખોરોએ 14 લાખ રૂપિયા વ્યાજ ઉઘરાવ્યું હોવા છતાં તેમની ભૂખ ન સંતોષાઇ અને તેને કારણે શિક્ષકે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી.

અમદાવાદના ઓઢવમાં રહેતા સુબ્રોતો પાલના મોટા ભાઈએ યશપાલસિંહ, હર્ષિલ મિશ્રા અને અમરસિંહ ચૌહાણ પાસેથી 5 લાખ રૂપિયા વ્યાજે લીધા હતા અને આની સામે 14 લાખ વ્યાજ પણ ચૂકવ્યુ હતું. જોકે, તેમ છતાં પણ આ ત્રણેય વ્યાજ માટે અવારનવાર પરેશાન કરતા અને મૃતક અને તેના મોટાભાઈને ઘરની બહાર બોલાવીને મારતા. આ ઉપરાંત અહીંથી ઇન્દોર લઈ જઈ મારવાની ધમકી પણ આપતા.

ત્યારે આ મામલે સુબ્રોતોએ પોલીસમાં ફરિયાદ કરવાની કોશિશ કરી પણ તેની ફરિયાદ ન લીધી અને તેનાથી કંટાળી સુબ્રોતોએ આત્મહત્યા કરી લીધી. ઉલ્લેખનીય છે કે, આત્મહત્યા કરતા પહેલા મૃતકે સુસાઈડ નોટ લખી હતી, જેમાં તેણે લખ્યું હતુ કે, હું સુબ્રોતો પાલ આજે આત્મહત્યા કરવા જઇ રહ્યો છું, જેના જવાબદાર ત્રણ લોકો છે. યશપાલસિંહ, હર્ષિલ મિશ્રા, અમરસિંહ ચૌહાણ અને પોલિસવાળા કે જે અમારી FIR જલ્દી લખી નહોતી રહી જેને કારણે હું વધારે ડિપ્રેશ થઇ ગયો હતો.

એટલે આજે મેં એ નિર્ણય કર્યો કે હું પોતાને ખત્મ કરી લઉ. કદાચ મારા મર્યા પછી મારા પરિવારને ન્યાય મળે. મીડિયા અહેવાલો અનુસાર, તપાસમાં એ સામે આવ્યુ છે કે મૃતકના મોટાભાઈએ ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ માટે 5 લાખ લીધા હતા અને જે ફાયદો થાય તેના 50% ભાગ ત્રણ લોકોને આપવાનું નક્કી કર્યું હતું. પણ ધાર્યા પ્રમાણે ફાયદો ન થતાં મૃતકનો મોટોભાઈ રકમ પરત આપી ન શક્યો. એક અઠવાડિયા પહેલાં જ મૃતકના મોટાભાઈએ ફિનાઈલ પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો પણ સમયસર સારવાર મળતા તે બચી ગયો હોત.

Shah Jina