અમદાવાદની રોનક કહેવાતો સિંધુ ભવન રોડ પર સ્પા સંચાલકે નોર્થ ઇસ્ટ યુવતિને માર્યો ઢોર માર, વીડિયો થયો વાયરલ

મહિલા સન્માનની વાતો વચ્ચે અમદાવાદમાં યુવતીને ક્રુરતા પૂર્વક માર મારતા યુવકનો વીડિયો વાયરલ

Ahmedabad Spa Woman : અમદાવાદમાંથી હાલમાં એક વીડિયો વાયરલ થયો, જેમાં એક યુવક યુવતીને માર મારતો જોવા મળ્યો. આ વીડિયોમાં જોઇ શકાય છે કે યુવક ક્યારેક વાળ પકડીને તો ક્યારેક ઢસડીને તો ક્યારેક લાફા ઝીંકીને યુવતિને માર મારી રહ્યો છે. ત્યારે આ વીડિયો વાયરલ થયા બાદ લોકોમાં ભારે રોષ જોવા મળ્યો અને વીડિયો વાયરલ થયા બાદ લોકો અને પોલીસની સમજાવટ પછી યુવતીએ પોલીસ ફરિયાદ નોંધાવી.

યુવતીને ઢોર માર મારવાનો વીડિયો વાયરલ થયા
આ મામલે પીડિતાનું નિવેદન પણ સામે આવ્યું છે. સિંધુભવન રોડ પર આવેલ સ્પાના સંચાલકે યુવતીને ઢસડીને માર મારી હોવાનો વીડિયો સામે આવ્યા બાદ પોલીસ એક્ટિવ થઈ ગઈ હતી. યુવતી નોર્થ ઇન્ડિયાની રહેવાસી હોવાનું અને આરોપીનું નામ મોહસીન હોવાનું સામે આવ્યુ છે. યુવતિ આરોપીથી બચવાનો પ્રયાસ કરી રહી હતી પણ આરોપી તો તેને હેવાનની જેમ મારી રહ્યો હતો.

સ્પાના માલિક સામે ફરિયાદ
ઉલ્લેખનીય છે કે, આ મામલે સ્થાનિક પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે અને ગુનો પણ નોંધાયો છે. આ મામલે યુવતિનું જે નિવેદન સામે આવ્યુ છે તેમાં તે કહી રહી છે કે જ્યારે મોહસીન તેને મારતો હતો ત્યારે તેણે 100 નંબર પર ફોન કરીને પોલીસને બોલાવવાનો પ્રયાસ કર્યો પણ તેણે ફોન જૂટવી લીધો હતો. તે આગળ કહે છે કે મોહસીને માફી માંગી હતી એટલે તેણે ફરિયાદ ન નોંધાવી.

યુવતીએ સપોર્ટ માટે પોલિસનો આભાર માન્યો
જો કે પોલીસે તેને સમજાવ્યું અને ઘણો સપોર્ટ પણ કર્યો, પછી તેણે ફરિયાદ નોંધાવવાનું નક્કી કર્યું. ફરિયાદ પરથી પ્રાપ્ત મળતી અનુસાર, 25 સપ્ટેમ્બર 2023ના રોજ રાત્રે 3.30 વાગ્યે ફરિયાદી અને ભાગીદાર આરોપી મોહસીનહુસેન રંગરેજ અને એસ.મિરા સલુનના મેનેજર દિગનભાઇ સિંધુભવન રોડ પર આવેલ ટાઇમ્સ સ્ક્વેર ગ્રાન્ડ બિલ્ડીંગમા ‘ધ ગેલેક્સી સ્પા’માં સાફ સફાઇ કરતા હતા.

આ દરમિયાન આરોપી મોહસીને ફરિયાદીને કહ્યુ કે તું આપણા એસ.મિરા સલૂનમાં કામ કરતી હતીને ઝઘડો કર્યો હતો. જે પછી તેણે ઉશ્કેરાઈ બે લાફા માર્યા અને વાળ પકડીને ફરિયાદીને નીચે પાડી દીધી. આરોપીએ તેનો કુર્તો પણ ફાડ્યો અને તેને બિભત્સ ગાળો પણ બોલી. જે પછી દિગનભાઈ વચ્ચે છોડાવવા પડતા આરોપીએ તેને પણ લાફો ઝીંકી દીધો.

પોલીસ આરોપીનાં ઘરે પહોંચી તો પત્નીએ કહ્યું – ‘બહાર ગયા છે’
ત્યારે હવે પોલિસ દ્વારા આરોપીને પકડવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે, સ્થાનિક ઇન્સ્પેક્ટર અને ટીમ દ્વારા સ્પા સંચાલકના દાણીલીમડા ખાતેના ઘરે એક ટીમ બપોરે પહોંચી હતી પણ તેની પત્નીએ કહ્યુ કે તે બહાર ગયા છે. કરોડોના ખર્ચે બનેલ આ સ્પા સાથે પીડિત યુવતી પણ કનેક્ટ હોવાની વિગતો સામે આવી રહી છે. જો કે, તે દિવસે થયેલા ઝઘડાનું કારણ હજી વધુ સ્પષ્ટ નથી.

હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા 👉 અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં

Shah Jina