Body of girl found in Ahmedabad: ગુજરાતમાં ઘણા સમયથી હત્યા અને આત્મહત્યાના ઘણા મામલાઓ સામે આવી રહ્યા છે. કેટલાય લોકોની કોઈ અંગત અદાવતમાં કે પરિવાર અથવા તો પ્રેમ સંબંધોમાં હત્યા કરી દેવામાં આવતી હોય છે તો ઘણા લોકો આપઘાત કરીને પણ પોતાનું જીવન ટૂંકાવી લેતા હોય છે. ત્યારે હાલ અમદાવાદ (Ahmedabad)ની એક હોટલમાંથી યુવતીની લાશ મળી આવતા ચકચારી મચી જવા પામી છે. લાશ મળવાની જાણ થતા જ પોલીસ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી.
આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદના SG હાઇવે (S G highway) પર આવેલી એક હોટલમાં એક યુવતી તેની બહેનપણી અને એક યુવક સાથે હોટલમાં રોકાઈ હતી અને હોટલમાં તેની લાશ મળવાની માહિતી પોલીસને મળતા જ બોડકદેવ પોલીસ હોટલમાં પહોંચી હતી. જેના બાદ તપાસ કરતા યુવતી HIV પોઝિટિવ હોવાનું પણ સામે આવ્યું હતું. આ ઉપરાંત યુવતી ડગની આદિ હોવાનું અને પ્રાથમિક તપાસમાં તેના મોતનું કારણ ડગનો ઓવરડોઝ હોવાનું જણાઈ રહ્યું છે.

પોલીસે યુવતીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે,. પોસ્ટમોર્ટમ રિપોર્ટના આધારે યુવતીના મોતનું સાચું કારણ સામે આવશે. પોલીસ તપાસમાં એ પણ સામે આવ્યું છે કે યુવતી મૂળ મિઝોરમની રહેવાસી હતી. તેની ઉંમર 24 વર્ષની હતી અને તે નવરંગ પુરામાં આવેલા એક સ્પાની અંદર કામ કરતી હતી.પોલીસે આ મામલે હોટલના સીસીટીવી તેમજ રજીસ્ટર પણ તપસ્યા છે.
મીડિયા રિપોર્ટ અનુસાર પોલીસે જણાવ્યું કે યુવતી તેના કોઈ મિત્ર સાથે હોટલમાં આવી હતી. આ ઉપરાંત તેની સાથે બીજું એક કપલ પણ હોટલમાં રોકાયું હતું. હાલ આ મામલે પોલીસ સઘન તપાસ કરી રહી છે. યુવતી સાથે કઈ અઘટિત બન્યું છે કે કેમ તેની તપાસ પણ ચાલી રહી છે. પોલીસને યુવતીના શરીર પર કોઈ ઇજાના નિશાન પણ દેખાઈ રહ્યા નથી. પોલીસ તપાસમાં એ પણ સામે આવ્યું છે કે શનિવારે યુવતી અને તેના મિત્રો હોટલમાં આવ્યા હતા અને બીજા દિવસે રવિવારે તેની તબિયત લથડતા તેની સાથે આવેલા યુવકે એમ્બ્યુલન્સ અને હોટલને પણ જાણ કરી હતી.