ખબર

બ્રેકીંગ ન્યુઝ: અમદાવાદમાં ચાલુ થયેલી તમામ દુકાનો જડબેસલાક બંધ થશે, જાણો સમગ્ર મામલો

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોવીડ ૧૯ ના નવા 256 કેસ નોંધાયા હતા. આ સાથે ગુજરાતમાં કુલ કોરોનાના કેસનો આંકડો 3071 પર પહોંચી ગયો હતો. કોરોનાના કારણે રાજ્યમાં 133 લોકોએ જીવ ગુમાવ્યો છે જ્યારે 282 લોકો સ્વસ્થ થઇને ઘરે પરત ફર્યા છે. જયંતિ રવિએ આજે પ્રેસ કોન્ફેરેન્સ કરી હતી. જેમાં તેમણે કહ્યું હતુ કે, આપણા રાજ્ય જેટલી જ જનસંખ્યા ધરાવતા દેશો કરતા ગુજરાતની સ્થિતિ ખૂબ જ સારી છે. ઈટાલી અને સ્પેનની જનસંખ્યા ગુજરાત જેટલી જ છે. રાજ્યના 30 જિલ્લાઓમાં કોરોના ફેલાયો છે.

Image Source

તેમણે કહ્યું કે સ્પેન અને ઇટાલીની વસ્તી ગુજરાત જેટલી છે અને તેમની સરખામણીએ ગુજરાતની સ્થિતિ નિયંત્રણમાં છે. તેમણે કહ્યું કે સરકારે પહેલેથી જ પુરતી તકેદારી રાખી છે. ટાઈમે લોકડાઉન કરવાથી દેશને ઘણો ફાયદો થયો છે. વધુમાં જયંતિ રવિએ જણાવ્યું કે, રાજ્યમાં દવાનો પર્યાપ્ત જથ્થો છે. N-95 માસ્ક અને PPE કિટનો પણ પૂરતો જથ્થો છે. રાજ્યમાં કુલ 22 હજારથી વધુ બેડની સુવિધા છે. 4 કોવિડ હોસ્પિટલ મેટ્રો સિટીમાં તૈયાર કરવામાં આવી છે. આ સાથે રાજ્યમાં કુલ 61 કોવિડ હોસ્પિટલ હાલ કાર્યરત છે. તેમણે કહ્યું કે ખાનગી હોસ્પિટલમાં પણ સારવાર અપાઈ રહી છે. રાજ્યમાં 21 સ્થળોએ ટેસ્ટિંગની સુવિધા છે.

Image Source

એક સમયે સરખી ચાલતી રિકવરીની સંખ્યા મૃત્યુ કરતા ડબલ થઈઃ વિજય નેહરા

વિજય નેહરાએ આગળ કહ્યું કે, શહેરમાં 18 એપ્રિલે 243 કેસ સામે હતા ત્યાર બાદ 234, 257, 228 થયા હતા. થોડા દિવસ પહેલા 4 દિવસે ડબલિંગ રેટ હતો જે આપણા તમામના પ્રયાસોથી 8 દિવસનો થયો છે. તેમજ રિકવરી રેટ 4થી 5 ટકાથી વધી 10 ટકાથી વધુ થયો છે. જ્યારે એક સમયે રિકવરી અને મૃત્યુઆંક સરખા હતા.

Image Source

શહેરના વેપારીઓએ લોકડાઉનની મુદ્દત 3 મે સુધી સ્વૈચ્છીક રીતે દુકાનો ન ખોલવાનો નિર્ણય કર્યો છે. વિજય નેહરાને વેપારી એસોસિયેશને સામેથી જ આ પ્રસ્તાવ મુક્યો હતો. આ નિર્ણય બદલ હું તેમને બિરદાવવા માગું છું. વેપારી એસોસિયેશન સાથેની ચર્ચા વિચારણા બાદ હવે આજે ખુલેલી દુકાનો પણ 3 મે સુધી બંધ રાખવામાં આવશે.

Image Source

પરંતુ હવે રિકવરીની સંખ્યા મૃત્યુ કરતા ડબલ થઈ ગઈ છે. હોટલ ફર્નમાં રૂ.3500ના દૈનિક ખર્ચ થશે જ્યારે અન્ય એક હોટલ સાથે પણ કરાર કરવામાં આવ્યા છે. જેમાં સંપન્ન લોકો દરરોજ રૂ.3500ના ખર્ચ સાથે આઈસોલેશનમાં રહી શકશે.

વધુમાં કમિશ્નર નેહરાએ કહ્યું કે, અમદાવાદમાં ડબલિંગ રેડ 4 થી વધીને 8 દિવસનો થઇ ગયો છે. દર્દીઓના મૃત્યુ કરતા સાજા થવાનો દર પણ બમણો થયો છે. તંત્ર દ્ધારા 5 સ્ટાર હોટલો સાથે MOU કરવામાં આવ્યા છે જે અનુસાર સમરસ હોસ્ટેલમાં રહેવા ન માગતા લોકો ફર્ન હોટલમાં રહી શકે છે. એક તબક્કે શહેરમાં ડબલિંગ રેટ ત્રણથી ચાર દિવસનો હતો જે ઘટીને આઠ દિવસનો થઇ ગયો છે. જ્યારે Recovery Rate રેટ 10 % પર પહોંચી ગયો છે.