અમદાવાદ : સેટેલાઈટમાં નિવૃત્ત પ્રોફેસર અને તેમની પત્નીએ બીમારીથી કંટાળી જીવન ટૂંકાવ્યુ, બંગલાના એક જ રૂમમાં કર્યો આપઘાત

અમદાવાદના સેટેલાઇટમાં રહેતા પ્રોફેસર અને તેમના પત્નીએ બીમારીથી કંટાળી જઇ આત્મહત્યા કરી લીધી હતી. પતિએ કીડનીની બીમારીથી અને પત્નીએ કેન્સરની બીમારીથી કંટાળી મોતને વહાલુ કરી લીધુ હતુ. તેમણે પોતાના ઘરમાં ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો છે. પોલિસને સુસાઇડ નોટ પણ મળી છે. જેમાં તેમણે લખ્યુ છે કે, તેઓ યોગ પ્રાણાયમ કરતા હતા તેમ છત્તાં પણ તેમને બીમારીમાં કોઇ રાહત ન મળી અને કોઇ પરિણામ આવ્યુ નહિ, તે બાદ તેમણે આત્મહત્યા કરવાનું નક્કી કર્યુ.

અમદાવાદના સેટેલાઇટમાં સરસ્વતી હાઉસિંગ સોસાયટીમાં મોડી રાત્રે એક વૃદ્ધ દંપતિએ આપઘાત કરી લેવાની ઘટના સામે આવી છે. ગુજરાત યુનિવર્સિટીમાં પ્રોફેસર રહી ચૂકેલા યોગેન્દ્ર વ્યાસ અને તેમના પત્ની અંજના વ્યાસે બીમારીથી કંટાળી મોતને વહાલુ કરી લીધુ હતુ. તેમણે બંગલાના એક જ રૂમમાં એકસાથે આપઘાત કર્યો હતો અને આ ઘટનાને પરિણામે પરિવારમાં શોક વ્યાપી ઉઠ્યો છે. ઘટનાની જાણ થતા જ પોલિસ ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી. પોલિસને ત્યાંથી એક સુસાઇડ નોટ પણ મળી આવી હતી.

જણાવી દઇએ કે, આ વૃદ્ધ દંપતીનો દીકરો ગેસ્ટ્રોલોજિસ્ટ ડોક્ટર છે અને તે અમદાવાદમાં ક્લિનિક ચલાવે છે. પોલિસ હાલ તો આત્મહત્યા પાછળનું કારણ જાણવા તપાસ કરી રહી છે. પરંતુ છેલ્લે વાત એમ આવે છે કે, કોઇ પણ મુશ્કેલીઓનો અંત એ આત્મહત્યા નથી. યોગેન્દ્ર વ્યાસની વાત કરીએ તો, તેઓ છેલ્લા ઘણા વર્ષથી નિવૃત્ત પ્રોફેસર તરીકે જીવન જીવતા હતા. યોગેન્દ્ર વ્યાસની પત્ની અંજના વ્યાસને કેન્સરની બીમારી હતી. યોગેન્દ્ર વ્યાસને છેલ્લા થોડા સમય પહેલા જ કિડનીનું ઓપરેશન કરાવ્યુ હતુ.

યોગેન્દ્ર વ્યાસની વાત કરીએ તો, તેઓનો જન્મ 6 ઓક્ટોબર 1940ના રોજ અમદાવાદમાં થયો હતો અને તેઓ 22 વર્ષની ઉંમરે સુરેન્દ્રનગરની ગર્લ્સ કોલેજમાં અને તે બાદ અમદાવાદની સરસપુર કોલેજમાં આચાર્ય તરીકે સેવા આપી હતી તેમજ એક વર્ષ ડો.પ્રબોધ પંડિક સાથે પૂનાની ડેક્કન કોલેજમાં સેવા આપી હતી.

Shah Jina