‘તારે એની સાથે વાત નહિ કરવાની…’ અમદાવાદમાં હોળીના દિવસે જ પટેલ યુવકની હત્યા- જાણો અંદરની વિગત

અમદાવાદમાં  પટેલ યુવકની પેટમાં છરી મારી કરવામાં આવી હત્યા, સારવાર દરમિયાન થયુ મોત- જાણો અંદરની વિગત

ગુજરાતમાંથી અવાર નવાર હત્યાના મામલા સામે આવે છે, જેમાં ઘણીવાર પ્રેમ સંબંધ, અવૈદ્ય સંબંધ કે અંગત અદાવત સહિત અનેક કારણો હોય છે. કેટલીકવાર બોલાચાલી પણ હત્યાની ઘટનામાં પ્રવર્તીત થઇ જતી હોય છે. ત્યારે હાલમાં જ રંગોના તહેવાર હોળીના દિવસે અમદાવાદના પટેલ યુવક પર છરી વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી હતી. ત્યારે યુવકનું સારવાર દરમિયાન મોત થતાં જાનલેવા હુમલાનો બનાવ હત્યામાં પલટાયો હતો અને આ મામલે સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશનમાં આરોપી યુવક સામે હત્યાની કલમ હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો.

મૃતકના પિતાએ સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જે અનુસાર પ્રિન્સ પટેલ ખુશી નામની છોકરી સાથે વાત કરતો હોવાને કારણે સાગર પટેલને ગમતું નહોતું અને આ વાતની અદાવત રાખી સાગરે છરીથી પ્રિન્સને પેટના ભાગે માર્યુ. જો કે, ઘટના બાદ પ્રિન્સને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયો હતો પણ સારવાર દરમિયાન સોમવારે તેનું મોત થતાં પોલીસે આરોપી સાગર સામે ગુનો દાખલ કરી તેની ધરપકડ કરી હતી. જણાવી દઇએ કે, અમદાવાદની આર સી ટેક્નિકલ કોલેજમાં પ્રિન્સ કે જે ડિપ્લોમાં મિકેનિકલના બીજા વર્ષમાં અભ્યાસ કરતો હતો તેની ખુશી સાથે મિત્રતા હતી.

આરોપી સાગર
તસવીર સૌજન્ય : દિવ્ય ભાસ્કર

જો કે, સાગરને આ ગમતુ ન હોવાથી 15 દિવસ પહેલા તેણે પ્રિન્સને ધમકી આપી હતી. જો કે, પ્રિન્સ ત્રણ દિવસથી આવતો પણ નહોતો પરંતુ જ્યારે તે સોમવારે આવ્યો ત્યારે તેની રાહ જોઇને બેસેલા સાગરે તેને છરીના ઘા માર્યા. જેને કારણે તેને ગંભીર ઇજા પહોંચી અને તેને હોસ્પિટલ ખસેડાયો પણ તેનું સારવાર દરમિયાન મોત થયુ હતુ. પ્રિન્સના પિતા બિપીનભાઈ પટેલ બારેજમાં રહે છે અને તેઓ ખાનગી કંપનીમાં નોકરી કરીને પરિવારનું ગુજરાત ચલાવે છે.

આરોપી સાગર
તસવીર સૌજન્ય : વીટીવી ન્યુઝ

તેમનો મોટો દીકરો પ્રિન્સ સોલા આર.સી.ટેક્નિકલ કોલેજમાં ડિપ્લોમા મિકેનિકલ એન્જિનિયરિંગના બીજા વર્ષમાં અભ્યાસ કરતો હતો અને ચેની સાથે જ ખુશી પણ અભ્યાસ કરતી અને બંને વચ્ચે ઘણીવાર અભ્યાસ સંદર્ભે વાતચીત પણ થતી. પણ વસ્ત્રાલમાં રહેતા સાગર પટેલને આ બંને વચ્ચેની મિત્રતા પસંદ ન આવતા તેણે થોડા દિવસ પહેલા પ્રિન્સને કહ્યું હતું કે, તું ખુશીથી દૂર રહેજે નહીં તો જાનથી મારી નાંખીશ. જો કે, આ બાબતની જાણ પરિવાજનોને પ્રિન્સે કરી હતી પણ પરિવારજનોએ સામાન્ય વાત સમજીને કોઈ કાર્યવાહી કરી નહિ.

મૃતક પ્રિન્સ

પ્રિન્સ જ્યારે કોલેજ આવ્યો ત્યારે સાગરે ખુશી સાથે કેમ વાતચીત કરે છે તેમ કહીને ઝઘડો કર્યો અને પછી છરી વડે પ્રિન્સ પર હુમલો કર્યો. જેને લઇને પ્રિન્સને પેટમાં ગંભીર ઇજા પહોંચતા તેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો પણ તેનું સારવાર દરમિયાન મોત થયુ. આ સમગ્ર મામલે સોલા પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો છે અને આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

Shah Jina