ખબર

કોરોનાના વધતા સંક્રમણના કારણે અમદાવાદના આ વિસ્તારના લોકોએ પાડ્યું સ્વયંભૂ લોકડાઉન

આ વિસ્તારના લોકો કોરોનાથી ફફડી ઉઠ્યા, તમે ભૂલથી પણ આ વિસ્તારમાં ન જતા

કોરોના સંક્રમણના મામલા ભારત સમેત દુનિયાભરમાં વધતા જઈ રહ્યા છે. ત્યારે ગુજરાતમાં પણ આ મામલામાં દિવસેને દિવસે વધારો થતો જોવા મળી રહ્યો છે. ત્યારે અમદાવાદના રાણીપ વિસ્તારની અંદર એક જ અઠવાડિયામાં કોરોનાના કારણે 6 લોકોએ પોતાનો જીવ ગૂમાવ્યો હતો.

Image Source

ત્યારબાદ આજથી એટલે કે 26 ઓક્ટોમ્બરથી 4 નવેમ્બર સુધી રાણીપના રાધાસ્વામી રોડ ઉપર સ્થાનિકો દ્વારા સ્વયંભૂ લોકડાઉન કરી દેવામાં આવ્યું છે.  આ વિસ્તારમાં આવેલી 50થી વધુ સોસાયટીઓ સ્વયંભૂ લોકડાઉનનું પાલન કરશે.

આજે વહેલી સવારથી જ આ વિસ્તારોમાં દુકાનો બંધ જોવા મળી હતી. તેમજ કોરોના સંક્રમણથી બચવા માટે લોકોને પણ ઘરની બહાર ના નીકળવા માટે અપીલ કરવામાં આવી છે.  આ વિસ્તારની અંદર બેનર લગાવીને પણ લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે. અને સ્વયંભૂ લોકડાઉનનું પાલન કરવા અંગે જણાવવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે છેલ્લા 24 કલાકની અંદર જ ગુજરાતની અંદર કોરોનાના 919 નવા કેસ નોંધાયા છે. અમદાવાદમાં પણ લોકડાઉન બાદ મળેલી છૂટછાટના પગલે લોકો મોટા પ્રમાણમાં ઘરની બહાર નીકળી રહ્યા છે અને તહેવારોની સીઝન હોય વધુ પ્રમાણમાં લોકો બહાર નીકળે છે ત્યારે રાણીપના આ વિસ્તારમાં કોરોના સંક્રમણને રોકવા માટે સ્વંયભૂ લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે.