ખબર

અમદાવાદ એવી જગ્યાએ કોરોના નોંધાયો જે કોઈએ વિચાર્યું જ નહોતું, અમદાવાદ ખળભળાટ

રાજ્યમાં દરરોજ કોરોનાના કેસમાં વધારો થયો જાય છે. કોરોનાના સૌથી વધુ કેસ અમદાવાદમાં જ જોવા મળે છે. અમદાવાદમાં શુક્રવારે વધુ નવા 267 કેસ નોંધવામાં આવ્યા હતા. અમદાવાદમાં શુક્રવારે 16 લોકોના મોત નિપજ્યા હતા. અમદાવાદમાં પોઝિટિવ દર્દીઓનો આંકડો 3293 પહોંચી ગયો છે. તો કુલ મૃત્યુ આંક 165 પર પહોંચી ગયો છે.

Image source

અમદાવાદમાં 16 દર્દીઓ મોતને ભેટ્યા હતા તે પૈકી 9 દર્દીઓ માત્ર કોરોનાના કારણે મોતને ભેટ્યા હતા તો અન્ય 6 મલ્ટીપલ બીમારી હતી. સાબરમતી જેલમાં પાંચ કેદીઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ સાથે જ સાબરમતી જેલમાં કોરોનાથી સંક્રમિત લોકોની સંખ્યા 7 પર પહોંચી ગઈ છે. લૉ ગાર્ડન, જોધપુર, વસ્ત્રાપુર, એલિસબ્રિજમાં પણ ચેપ પ્રસર્યો છે. શુક્રવારે શહેરના 34 વોર્ડમાંથી નવા કેસો મળ્યા છે, જેમાં પૂર્વના 21 અને પશ્ચિમના 13 વોર્ડ છે.

Image source

હોટસ્પોટ ગણાતા દરેક વિસ્તારમાંથી પોઝિટિવ મળ્યા છે. પશ્ચિમ અમદાવાદમાં ખાસ કરીને, ઘાટલોડિયા, વેજલપુર, જોધપુર, થલતેજ, સરખેજ સહિતના વિસ્તારમાં કેસ મળ્યા છે. જ્યારે પૂર્વ અમદાવાદમાં હોટસ્પોટ ગણાતા દરેક વિસ્તારમાંથી ઉપરાંત બાપુનગર, મણિનગર, કાંકરિયા, ઘોડાસર સહિતના વિસ્તારોમાંથી કેસ મળ્યા છે.

Image source

અમદાવાદમાં માત્ર કોરોનાથી થતાં મૃત્યુમાં ચિંતાજનક ટ્રેન્ડ ઊભો થયો છે. પાંચ દર્દી એવા હતા કે જેઓ પાંચ કરતા વધુ દિવસો સુધી હોસ્પિટલમાં સારવાર હેઠળ રહ્યાં હતા. રેડ ઝોનમાં સમાવેશ કરવામાં આવેલા જમાલપુર, દરિયાપુર, ગોમતીપુર, અસારવા, કાલુપુર વિસ્તારના 11 દર્દી મૃત્યુ પામ્યા હતા. જયારે બાકીના પાંચ દર્દી નવરંગપુરા, વસ્ત્રાલ, ગોતા સહિતના વિસ્તારના હતા.

Image source

જણાવી દઈએ કે, રાજ્યમાં અત્યાર સુધી 4721 કેસ કોરોના પોઝિટિવના નોંધાયા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 236એ પહોંચ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 326 કોરોના પોઝિટિવના કેસ નોંધાયા છે. આ ઉપરાંત 123 દર્દીઓ સાજા થયા છે અત્યાર સુધીમાં 736 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આમ, રાજ્યમાં એક જ દિવસમાં સૌથી વધુ મોત થયા છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોનાનો એક કેસ નોંધાયો હતો. આ દર્દીએ આજે કોરોનાને મ્હાત આપી છે. જિલ્લાના થાનગઢ ખાતે રહેતા 61 વર્ષીય વ્યક્તિને કોરોના પોઝિટિવ આવ્યો છે. આ વ્યક્તિને 24 રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ વ્યક્તિની ટ્રાવેલ હિસ્ટ્રી બોટાદની છે. કોરોનાનો પોઝિટિવ કેસ આતા જિલ્લા તંત્રમાં દોડધામ મચી છે.

દેશભરમાં લાગેલા લોકડાઉનની અંતિમ તારીખ 3 મે હતી, પરંતુ આપણે સૌ જાણતા હતા કે જે રીતે કોરોનાના કેસ વધી રહ્યા છે એ જોતા લોકડાઉન લંબાવવાનું છે અને લોકડાઉનને બીજા 2 અઠવાડિયા સુધી લંબાવી દેવામાં આવ્યું છે. ત્યારે દેશની દિગ્ગજ આઇટી કંપની ઇન્ફોસિસના ફાઉન્ડર નારાયણ મૂર્તિનું એક મોટું નિવેદન સામે આવ્યું છે.

Image Source

નારાયણ મૂર્તિએ જણાવ્યું છે કે જો 3 મે પછી પણ લોકડાઉન વધારવામાં આવશે તો કોરોના વાયરસ કરતા પણ વધારે મૃત્યુ ભૂખ ના કારણે થશે, એ માટે તેમને સરકારને પ્રેક્ટિકલ રૂપે વિચારવા માટે સલાહ આપી છે.

દેશભરમાં હજુ કોરોનાનો ખતરો યાથવત છે અને ઘણા વિસ્તારોમાં હજુ હોટસ્પોટ જોવા મળે છે ત્યારે નારાયણ મૂર્તિએ આ બાબતે જણાવ્યું છે કે: “આપણે એ વાત પણ સમજવી પડશે કે ભારત લાંબા સમય સુધી લોકડાઉનની સ્થિતિને વધારવા માટે સક્ષમ નથી,  જો લોકડાઉનને આગળ વધારવામાં આવશે તો એક એવો સમય પણ આવશે કે જયારે કોરોનાથી વધારે મૃત્યુ ભૂખના કારણે થશે.”

Image Source

નારાયણ મૂર્તિએ જણાવ્યું હતું કે “દર વર્ષે ભારતમાં 90 લાખ લોકોના મૃત્યુ અલગ અલગ કારણોના લીધે થાય છે, જો તમે 90 લાખ લોકોના મૃત્યુની તુલના પાછલા બે મહિનામાં થયેલા મૃત્યુથી કરશો તો જાણવા મળશે કે આ ચિંતા કરવા જેવી સ્થિતિ નથી, આપણે આ વાયરસને સામાન્ય સ્થિતિની જેમ સ્વીકાર કરવો પડશે.”

Image Source

લોકડાઉનના કારણે આપણા દેશે મોટા પ્રમાણમાં આજીવિકાનો ખોઈ નાખી છે એવું નારાયણ મૂર્તિનું માનવું છે, જો લોકડાઉન આગળ વધે છે તો ઘણા લોકો પોતાની આજીવિકા ખોઈ બેસસે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.