અમદાવાદમાં સત્યનારાયણની કથા કરવા આવેલ મહારાજે પરણિત મહિલાનો એકલતાનો લાભ લઇ આચર્યુ દુષ્કર્મ….મહિલાને ખેંચીને લઇ ગયો બેડરૂમમાં અને પછી…

નિકોલમાં સત્યનારાયણની કથા કરવા આવેલા જ્યોતિષે પરિણીતાને પીંખી નાખીઃ બાથરૂમમાં ગઈ અને…પછી…

Ahmedabad Rape Case : ગુજરાતમાંથી અવાર નવાર દુષ્કર્મના મામલા સામે આવે છે, કેટલીકવાર તો સગીરાઓ અને યુવતિઓ સાથે સાથે પરણિતા પર પણ દુષ્કર્મ ગુજારવાની ઘટના સામે આવે છે. અમદાવાદમાંથી હાલમાં એક પરણિત મહિલા સાથે દુષ્કર્મની ચોંકાવનારી ઘટના સામે આવી છે. પરણિત મહિલાએ તેના પુત્રની જન્મ કુંડળી કાઢવા અને ઘરમાં સત્યનારાયણની કથા કરવા જેને બોલાવ્યો તેણે જ મહિલાની એકલતાનો લાભ લઈ દુષ્કર્મની ઘટનાને અંજામ આપ્યો. ત્યારે આ મામલે નિકોલ પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાયા બાદ પોલિસે કાર્યવાહી કરી તેની ધરપકડ કરી હતી.

મહિલાની એકલતાનો લાભ લઇ જ્યોતિષે આચર્યુ દુષ્કર્મ
પ્રાપ્ત વિગતો અનુસાર, કઠવાડાની એક 36 વર્ષની પરિણીતાના પહેલા લગ્ન ડભોડામાં થયા હતા પણ તેના પતિને દારુની આદત હોવાથી તેની સાથે છૂટાછેડા લીધા હતા. જો કે, તેને વર્ષ 2018માં એક યુવક સાથે પ્રેમ થતા તેની સાથે સંસાર માંડ્યો અને તેને સંતાનમાં બે પુત્રો થયા. મહિલા તેના પુત્રની જન્મકુંડળી કાઢવા અને ઘરમાં સત્યનારાયણની કથા કરાવવા માગતી હતી એટલે તેણે બ્રિજેશ ત્રિવેદી નામના એક જ્યોતિષનો સંપર્ક કર્યો. ત્યારે 28 તારીખે મહિલાનો પતિ ઘરે નહોતો ત્યારે આ જ્યોતિષ આવ્યો અને મહિલાને સત્યનારાયણની કથામાં જરૂરી સામાનનું લિસ્ટ તૈયાર કરાવ્યું.

File Pic

કોઇને જાણ કરે તો જાનથી મારી નાખવાની આપી ધમકી
જે બાદ મહિલા બાથરૂમમાં ગઈ ત્યારે જ્યોતિષે ઘરનો દરવાજો બંધ કરી દીધો અને પછી મહિલા જ્યારે બાથરૂમમાંથી બહાર આવી ત્યારે તેને જબરદસ્તી બેડરૂમમાં ખેંચી તેના પર દુષ્કર્મ આચર્યું. જો કે દુષ્કર્મ આચર્યા બાદ બ્રિજેશે મહિલાને ધમકી આપી કે જો તે કોઈને કહશે તો તે તેને જાનથી મારી નાખશે. જો કે આ મામલે પીડિત પરણિતાએ નિકોલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી અને પોલિસે તેની ધરપકડ કરી. પોલિસ હવે એ તપાસ કરી રહી છે કે આરોપીએ અન્ય કોઈ ગુના આચર્યા છે કે કેમ. આ ઉપરાંત મહિલા અને આરોપીના મેડિકલ તપાસ કરાવીને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Shah Jina