અમદાવાદના પોલિસકર્મીએ મરતા પહેલા કહ્યું, મારી દુઆ માગવા વાળી મારી સાથે લઇ જવ છું, છેલ્લા શબ્દો સાંભળીને આંસુ આવી જશે

અમદાવાદના ગોતામાં કુલદીપસિંહ યાદવ નામના પોલિસ કોન્સ્ટેબલે તેમની પત્ની અને ત્રણ વર્ષની બાળકી સાથે ગત મોડી રાત્રે દોઢ વાગ્યા આસપાસ 12માં માળેથી કૂદી આપઘાત કર્યો હતો. આ બાબતને લઇને હાલમાં પોલીસ બેડામાં ચકચાર મચી ગઈ છે. પોલિસ કુલદીપસિંહે પરિવાર સાથે કયા કારણોસર આપઘાત કર્યો તેની તપાસ કરી રહી હતી, ત્યારે તેમણે પરિવારજનો અને પોલીસ મિત્રોને કરેલ મેસેજ સામે આવ્યો છે, જે વાંચી તમારી પણ આંખો ભીની થઇ જશે. પોલિસકર્મીએ મેસેજમાં ગ્રેડ પેની અને આઈપીએસ અધિકારીઓના પૈસા ખાવાના લીધે પગાર ન વધતા હોવાની પણ વાત કરી છે.

પોલિસકર્મીની આત્મહત્યા બાદ ઘણા કારણો સામે આવ્યા, જેમાં એકમાં એવું હતુ કે કુલદીપસિંહના બહેન અને બનેવીની પૂછપરછ કરતા સામે આવ્યું કે, બંને વચ્ચે કોઈ કારણોસર તકરાર ચાલતી હતી. પરંતુ તે તકરારની બાબત સામે આવી નથી. પરિવારનું કહેવુ છે કે, પોલીસકર્મીના સસરા દ્વારા થોડા સમય અગાઉ પોલીસની નોકરી છોડી તેના વતન ખાતે સ્થાયી થવા જણાવવામાં આવ્યું હતું.ત્યારે હવે પોલિસ એ દિશામાં પણ તપાસ કરી રહી છે કે શું પોલિસકર્મીને સાસરિયાઓ તરફથી કોઇ દબાણ આપવામાં આવતુ હતુ કે કેમ.

જો કે, આ બધા વચ્ચે કુલદીપસિંહે આપઘાત પહેલા જે મેસેજ કર્યો તે ચર્ચાનો વિષય બન્યો છે. જેમાં વસ્ત્રાપુર પીઆઇ ખાંભલાથી માંડી સાથી કર્મીઓ સાથે થયેલી હસી મજાક પણ મેસેજમાં લખી હતી.આ ઉપરાંત તેમણે બીજા મેસેજમાં સિંહોરના મિત્રો અને પરિવારજનોને યાદ કર્યા અને સાથે જ માતા-પિતાને નિવૃત્ત જીવન ગાળવા તથા બહેન બનેવીને સંબોધન પણ કર્યું હતું. તેમણે પત્ની અને દીકરીને લઇને લખ્યુ કે, દીકરી સાથે ખૂબ રમ્યો હોવાથી તેને સાથે લઈ જવું છું

અને રિદ્ધિને કેવી રીતે એકલી મુકું એટલે તે પણ સાથે આવે છે તેવો મેસેજ પોસ્ટ કર્યો છે. જે પોસ્ટ પોલીસે કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.તો બીજા મેસેજમાં સિંહોરના મિત્રો અને પરિવાર જનોને યાદ કર્યા. સાથે જ માતા પિતાને નિવૃત્ત જીવન ગાળવા તથા બહેન બનેવીને સંબોધન પણ કર્યું હતું. આત્મહત્યા પહેલા પોતાની દીકરી સાથે કુલદીપસિંહ ખૂબ રમ્યા હોવાથી તેને સાથે લઈ જવું છું અને રિદ્ધિને કેવી રીતે એકલી મુકું એટલે તે પણ સાથે આવે છે. તેમણે છેલ્લે મેસેજમાં લખ્યુ હતુ કે, મારા જીવન માં આવેલ તમામનો દિલથી આભાર અને સોરી.

ખુદા સે મેને દુઆ માગી દુઆ મે આપની મોત માગી. ખુદા ને કહા મોત મે તુજે દુંગા પર ઉસે ક્યા કહું જિસને તેરી લાંબી ઉંમર કી દુઆ માગી” મારી દુઆ માગવા વાળી મારી સાથે લઇ જવ છું બીજા કોઈએ દુઆ નઇ માગી હોય મે રિકવેસ્ટ તો ઘણી કરી પણ ચાલશે ખુશ છું આજે બઉ કે આ દિવસ આજે આવી ગયો. તેમણે તેમના મેસેજમાં એ પણ લખ્યુ હતુ કે, પોલિસનો ગ્રેડ પે વધે એ અંતિમ ઇચ્છા, IPS બઉ પૈસા ખાય છે અને એ જ પગાર વધારવા નથી દેતા.

Shah Jina