ખબર

અમદાવાદ નારોલમાં બીભત્સ ધંધો ઝડપાયો, એક ગ્રાહકના ફક્ત આટલા રૂપિયા ચાર્જ કરતા હતા, ભાવ જાણીને હોંશ ઉડી જશે

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી સ્પા અને સલૂનની આડમાં ચાલતા ઘણા કુટણખાનાઓ ઝડપાયા છે અને તેમાં પણ અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ જેવા શહેરમાં આંતરા દિવસે એકાદ આવો કિસ્સો સામે આવતો હોય છે. જેમાં સ્પા અને સલૂનના નામ પર દુકાનમાં રૂપલલનાઓ રાખીને ગ્રાહકો પાસેથી રકમ વસૂલી તેમને મજા કરાવવામાં આવતી હોય છે.  (તમામ તસવીરો પ્રતીકાત્મક છે.)

ત્યારે હાલમાં જ એક એવી ખબર અમદાવાદમાંથી સામે આવી છે. અમદાવાદના નારોલ વિસ્તારમાંથી એક કુટણખાનું ઝડપાયું છે. આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર ઇસનપુર પોલીસને બાતમી મળી હતી કે નારોલની એક બિલ્ડિંગમાં કુટણખાનું ધમધમે છે. જેના બાદ પોલીસે નકલી ગ્રાહક બનીને તપાસ હાથ ધરી હતી.

બિલ્ડીંગની અંદર રેક્ઝિન કવરના નામ હેઠળ ચાલતા ધંધાની અંદર પિટિશન મારીને કુટણખાનું પણ ધમધમતું હતું. જેના બાદ પોલીસે ત્યાં રેડ પાડી હતી. જ્યાંથી પોલીસે રૂપલલલના અને ગ્રાહકો સહિત મેનેજરની પણ ધરપકડ કરી હતી. પોલીસ તપાસમાં એ પણ સામે આવ્યું છે કે આ કુટણખાનામાં ગ્રાહકો પાસેથી મજા કરવાના 700 રૂપિયા લેવામાં આવતા અને રૂપલલનાઓને તેમાંથી 200 રૂપિયા આપવામાં આવતા હતા.

નારોલ ઇસનપુર રોડ પર નારોલ સર્કલ પાસે આવેલી ત્રણ માળની બિલ્ડીંગમાં બહારથી રેક્ઝિન કવરની દુકાન જેવું દેખાતું હતું. પોલીસ નકલી ગ્રાહક બનીને ત્યાં પહોંચી. જ્યાં મેનેજર સાથે વાત કર્યા બાદ અંદર જોયું તો પિટિશન પાડીને કુટણખાનું ચલાવવામાં આવતું હતું. જેથી ગ્રાહક બનીને પહોંચેલા પોલીસે ટીમને ફોન કર્યો અને પછી રેડ પાડતા આ સમગ્ર મામલો સામે આવ્યો હતો.