અમદાવાદ : બાઈક પર રોમાન્સ કરવો યુવક-યુવતીને પડ્યો ભારે…અશ્લિલ હરકતો કરતો વીડિયો વાયરલ થયા બાદ પોલિસે કરી ધરપકડ

આજકાલ સોશિયલ મીડિયા પર ક્યારે શું વાયરલ થઇ જાય તેનો ખ્યાલ જ નથી આવતો. લોકો થોડા ઘણા વ્યુઝ માટે અને વાયરલ થવા માટે એવી એવી હરકતો કરે છે કે જેની તેમને ખબર પણ નથી હોતી. જાહેરમાં પણ ઘણીવાર એવી એવી ઘટનાઓ બનતી જોવા મળે છે કે કોઇ પણ હેરાન રહી જાય. ત્યારે હાલમાં અમદાવાદમાંથી આવી એક ઘટના સામે આવી. જેમાં ટુ વ્હીલર પર સવારી કરતા ત્રણ લોકોમાંથી એક કપલે જાહેર માર્ગ પર અશ્લિલ હરકતો કરી.

આ દરમિયાનનો વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં એક મિત્ર મોપેડ ચલાવતો હતો અને પાછળ કપલ સામ-સામે બેસીને અશ્લિલ ચેનચાળા કરી રહ્યુ હતું. આટલું જ નહીં પણ આ ત્રણ સવારી મોપેડ પૂર ઝડપે હાટકેશ્વર રોડ પર ચલાવાઈ રહ્યું હતું. ત્યારે જોખમી રીતે વાહન ચાલક અને કપલનો ભેટી પડીને અશ્લિલ હરકતો કરતો વીડિયો વાયરલ થયા બાદ અમદાવાદ પોલીસે ખુલ્લેઆમ પ્રેમલીલા કરતા નબીરાઓને ઝડપી પાડ્યા છે.

હાટકેશ્વરથી આવકાર હોલ ચાર રસ્તાનાં જાહેર રોડ પર આ કપલ બિભત્સ ચેનચાળા કરતું હતું. એક નબીરો મોપેડ ચલાવતો હતો ત્યારે બીજો ઊંધો બેસી પાછળ બેસેલી યુવતીની સામે બેઠા બેઠા ભેટી રહ્યો હતો. આ દરમિયાન બંને અશ્લિલ હરકતો કરવા લાગ્યા અને આ બધુ જ જાહેર માર્ગ પર થતું હતું જેનો વીડિયો પણ બનાવાઈ રહ્યો હતો. આ ઉપરાંત મોપેડ ચલાવતો તેની ધૂનમાં જ બેફામ વ્હીકલ ચલાવી રહ્યો હતો.

આ મામલો પોલીસ સુધી પહોંચતા પોલીસે વીડિયોમાં દેખાઈ રહેલા ત્રણેય લોકોની ધરપકડ કરી છે. આરોપી વટવાનો રહીશ હોવાનું સામે આવ્યુ છે. પોલીસે લોકોને અપીલ કરી છે કે વાહન ચલાવતી આવી હરકતો ન કરવી જોઈએ. લોકોએ જોખમી સ્ટંટ કે જાહેરમાં અશ્લિલ કૃત્યો પણ ન કરવા જોઈએ. જો કોઈ આવા પ્રકારના કૃત્યો કરતાં દેખાય તો વહેલી તકે પોલીસને જાણ કરવી.

Shah Jina