અમદાવાદમાં રૂવાંડા ઉભા કી દે અને કડક કાળજાના વ્યક્તિનું પણ દિલ પીગળાવી દે તેવી ઘટના સામે આવી છે. સામાન્ય ઝઘડામાં સંબંધને શર્મસાર કરતો કિસ્સો સામે આવ્યો છે. કૌટુંબિક ઝઘડામાં માસુમ ભૂલકા અને એક મહિલા પર એસિડ એટેકની ઘટના સામે આવી છે. એસિડ એટેકની પીડા અસહનીય હોવાથી બાળકોનું આક્રંદ સાંભળીને કોઈ પણ માણસની આંખમાંથી આંસુ નીકળી પડે. (બધી પ્રતિકારત્મક તસ્વીર છે.)
અમદાવાદના માધવપુરામાં આવેલા મ્હેંદીકુવા વિસ્તારમાં મકાન ખાલી કરાવવા બાબતે મહિલા અને નાના બાળકો પર એસિડ એટેકની ઘટના સામે આવી હતી. કપાતર ભત્રીજાએ કાકાના આખા પરિવાર પર એસિડ એટેક કર્યો હતો. આ એસિડ એટેકમાં 2 બાળકી, એક બાળક અને એક મહિલા ભોગ બન્યા હતા. મકાન અને રૂપિયાની લેવડ-દેવડ મામલે પરિવાર વચ્ચે ઝઘડો થયો હતો.

મહેંદી કુવામાં કંચનબહેનની ચાલીમાં લક્ષ્મી બહેન દંતાણી 2 દીકરા અને 3 દિકરી સાથે રહે છે. 6 વર્ષ પહેલા કાકાજી સસરા મોહન દંતાણી પાસેથી લક્ષ્મી બહેને મકાન ખરીદ્યું હતું. મોહનના દીકરા અજય અને વિજય અવાર-નવાર લક્ષ્મી બહેનને આ મકાન ખાલી કરાવવા મામલે ઝઘડો કરતા હતા. આજે સવારે વહેલી સવારે જયારે બધા લોકો સુતા હતા ત્યારે અજયએ મકાન પાસે આવીને બુમાબુમ કરી હતી. આ સાથે જ અજયે એસિડનો ડબ્બો ઊંચો કરીને બારીમાંથી અંદર ફેંક્યો હતો. આ એસિડ અંદર રહેલા લોકો પર પડયો હતો.

આ એસિડ એટેકમાં લક્ષ્મીબહેન, તેમની પાંચ અને આઠ વર્ષની દીકરી તથા 10 વર્ષના દીકરા દાઝ્યા હતા. તમામના ચહેરા પર એસિડ પડતાં તેઓ દર્દથી કણસતા હતા. બે નાની છોકરીઓના ચહેરા પર એસિડ વધુ ઉડતા તેઓના ચહેરા ખરાબ થઈ ગયા હતા. જેથી તેમને તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.