અમદાવાદમાં વધુ એક ગમ્ખવાર અકસ્માત : કાર, રિક્ષા અને બાઇક વચ્ચે સર્જાયો ટ્રિપલ અકસ્માત, રિક્ષાચાલકનું ઘટનાસ્થળે મોત

પૂર ઝડપે આવતી લક્ઝુરિયસ ગાડીએ રિક્ષાને ઠોકી અને…બિચારા ગરીબ રીક્ષાચાલકનું કમકમાટીભર્યું મોત- જાણો વિગત

સમગ્ર ગુજરાત સહિત દેશભરમાંથી સતત અકસ્માતની ઘટનાઓ સામે આવી રહી છે. આ અકસ્માતમાં ઘણા લોકો પોતાનો જીવ પણ ગુમાવી દેતા હોય છે, ગઇકાલે રાજકોટ કાલાવાડ રોડ ઉપર ST બસ અને કાર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. ત્યારે હાલ અમદાવાદમાંથી અકસ્માતની ખબર સામે આવી રહી છે. ફરીએકવાર અમદાવાદમાં ગમખ્વાર અકસ્માત સર્જાયો છે.

આ અકસ્માતમાં એક રિક્ષાચાલકનું મોત પણ નિપજ્યુ છે. અમદાવાદ મોટેરા ગામ પાસે રાત્રે દસ વાગ્યા આસપાસ એક કિઆ સેલટોસના કારચાલકે રિક્ષાને અડફેટે લીધી હતી અને આ ટક્કર એટલી જોરદાર હતી કે રિક્ષાનું પડીકુ વળી ગયુ હતુ અને રિક્ષા પણ 20 ફૂટ જેટલી ઘસેડાઇ હતી. આ અકસ્માતમાં રિક્ષાચાલકે જીવ ગુમાવ્યો છે.

આ અકસ્માત ગઇકાલે રાત્રે 10 વાગ્યા આસપાસ થયો હતો. આ અકસ્માત કાર, રિક્ષા અને બાઇક વચ્ચે થયો હતો. કારચાલકે બેફામ રીતે કાર હંકારતા રિક્ષાને અડફેટે લીધી હતી અને તે બાદ બાઇકચાલકને ટક્કર મારી હતી. રિક્ષા પલટી ખાઇ જતા રિક્ષાચાલકનું મોત નિપજ્યુ હતુ જયારે બાઇકચાલકને ઇજા થતા તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

ઘટનાની જાણ થતા જ એલ ડિવિઝન પોલિસ ઘટનાસ્થળે પહોંચી હતી અને કારચાલક સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મોટેરા દ્વારકેશ એન્ટિનિયામાં રહેતો યશ ભવાની એક ખાનગી કંપનીમાં નોકરી કરે છે તે મંગળવારે રાત્રે 9 વાગ્યા આસપાસ ઘરે જઇ રહ્યો હતો અને ત્યારે તે ઘરની બહાર પહોંચ્યો ત્યારે એક રિક્ષા જતી હતી અને તે પાછળ બાઇક લઇને જતો હતો.

આ દરમિયાન એક કાર સ્પીડથી આવી રહી હતી અને રિક્ષાને જોરદાર ટક્કર મારી જેથી રિક્ષા પલટી ખાઇ હતી અને યશના બાઇકને પણ ટક્કર વાગી હતી, અકસ્માતની જાણ થતા આસપાસના લોકો દોડી આવ્યા હતા.

Shah Jina