નવરાત્રિમાં માતાજીએ અમદાવાદમાં કર્યો ચમત્કાર…આ પરિવારના ઘરે ભક્તોના ટોળાના ટોળા ઉમટ્યા- જુઓ

અમદાવાદમાં નવા વાડજમાં માઇભક્તની ઘરે સાક્ષાત માતાજી આવ્યા? અચાનક એવું દેખાયું કે શ્રદ્ધાળુઓ ઉમટ્યા

નવરાત્રીનો તહેવાર હાલમાં જ પૂર્ણ થયો છે. ત્યારે અમદાવાદમાં એક કૂતુહલ સર્જાય તેવો કિસ્સો સામે આવ્યો છે.  જેમાં એક ઘરમાં કંકુવાળા પગલા જોવા મળતા લોકોની ભીડ દર્શન માટે ઊમટી પડી છે, તે લોકોનું માનવુ છે કે આ માતાજીના પગલા છે. અમદાવાદના નવાવાડજની આરાસુરી સોસાયટીમાં છેલ્લા 30 વર્ષથી રહેતા ચિરાહભાઇ અને કામિનીબેન શાહના ઘરે નવરાત્રીના છેલ્લા દિવસે કંકુના 9 પગલા દેખાતા ભક્તોની ભીડ ઊમટી પડી હતી.

નવરાત્રીના છેલ્લા દિવસે કામિનીબેન ગરબો વળાવી ઘરમાં સૂઇ ગયા હતા અને સવારે જયારે તેમના પતિ ચિરાગભાઇ જાગ્યા ત્યારે તેમણે ઘરના મંદિર પાસે કંકુવાળા પગલા જોયા હતા. આ જોયા બાદ તેઓ આશ્ચર્યચકિત થઇ ગયા હતા.

ત્યાર બાદ તેમણે તેમની પત્નીને બોલાવી અને કંકુ ઢોળાયુ હોવાનું પૂછ્યુ હતુ પરંતુ તેમની પત્નીએ ના કહી હતી અને ત્યારે પાડોશમાં રહેતા એક બેનને બોલાવ્યા તો તેમણે માતાજીના બાળ પગલા હોવાનું કહ્યુ હતુ.

ચિરાગભાઈએ તે બાદ ડભોળાના મહારાજને વીડિયો કોલ કર્યો હતો અને  કંકુના 9 બાળપગલાં તેમના મંદિર પાસે જોવા મળી રહ્યા હોવાની વાત કરી હતી. ત્યારે મહારાજે તમને કહ્યું કે માતાજીની તમારા ત્યાં પધરામણી થઈ છે, એક દિવસ સુધી આસપાસના લોકોને દર્શન કરવા દો.

ડભોળાના મહારાજ દ્વારા કામીનીબેનના ઘરે મંદિરમાં અલગ અલગ દેવી દેવતાઓની પ્રતિમા સ્થાપિત કરાઇ છે. તેમણે આ ચમત્કાર વિશે કહ્યુ કે, છેલ્લા 10 વર્ષથી તે ઘણી શ્રદ્ધા સાથે માતાજીની પૂજા અને આરાધના કરે છે. પરંતુ આ વખતે માતાજીએ છેલ્લા દિવસે તેમને દર્શન આપ્યા અને માતાજીના કંકુવાળા પગલા જોવા મળ્યા એ માટે તેઓ ધન્યતા અનુભવી રહ્યા છે.

કામિનીબેનના પતિ ચિરાગભાઇ એડવોકેટ છે. આ બાબતે તેમણે ઝી24 કલાક સાથે વાત કરી હતી અને કહ્યુ હતુુ કે, ડભોળાવાળઆ મહારાજે તેમને માતાજીના આ પગલાના લોકોને દર્શન કરાવવા માટે કહ્યુ હતુ. શનિવારના રોજ તેમણે સવારે 7.30થી 9.30 વચ્ચેના મુર્હુતમાં કંકુ ડબ્બીમાં રાખી સફાઇ કરવા કહ્યુ હતુ. તેમણે પોતે માતાજીના આ પગલા કે જે તેમના ઘરના મંદિરની પાસે પડ્યા હતા તે અંગેના વીડિયો શેર કર્યા હતા.

Shah Jina