નારોલમાં હત્યાનું કારણ જાણીને પોલીસ પણ ચોંકી…બાળકો અને પતિની હાજરીમાં જ પત્ની મંદિરના મહંતને ઘરે બોલાવીને રંગરેલિયું મનાવતી પછી એક દિવસ….

ગુજરાતમાં અવાર નવાર હત્યાના કિસ્સાઓ સામે આવે છે, જેમાં કેટલાક અંગત અદાવતના તો કેટલાક પ્રેમ સંબંધ, અવૈદ્ય સંબંધ કે પછી પતિ-પત્ની વચ્ચે થતા ઝઘડાના હોય છે. હાલમાં અમદાવાદમાંથી હત્યાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક પતિએ આડા સંબંધોની શંકામાં તેની પત્નીની હત્યા કરી દીધી અને પછી બાળકોને લઇને ભાગી ગયો. મૃતક 9 વર્ષ પહેલાં ભાગીને મામાના દીકરા સાથે હજારો કિમી દૂરથી અમદાવાદ આવી હતી અને જોતાજોતાંમાં જ વર્ષો વીતતા ગયાં, બે બાળકો પણ થયાં, પણ લવ, સેખ્સ અને ધોખાની ગેમમાં યુવતીને મોત મળ્યું.

પત્નીની હત્યા કરવા પાછળ કારણ એ હતુ કે, તેણે એક મહંત સાથે પ્રેમસંબંધ બંધ્યો હતો અને બાળકો તેમજ પતિની હાજરીમાં મહંત ઘરે આવતો અને તમામ હદો બંને પાર કરી દેતા. મૃતક બે બાળકોની માતા હતી અને તે પતિ અને બાળકો સામે જ આવી ગંદી હરકત કરતી. જેથી કંટાળીને પતિએ બાળકોની હાજરીમાં જ પત્નીની હત્યા કરી દીધી અને બાળકોને લઇને ભાગી ગયો. જોકે, હત્યારા પતિને પોલીસે પકડી લીધો છે પણ તેના બે બાળકો હવે મા-બાપ વગરનાં થઈ ગયાં છે.

આડાસંબંધના ખેલમાં માતાની હત્યા થઈ છે અને હત્યા કરનાર બાપ જેલહવાલે થયો છે. ઉલ્લેખનીય છે કે, પોલિસને શંકા હતી કે પતિએ જ પત્નીની હત્યા કરી હશે અને તે દરમિયાન શોધખોળ હાથ ધરવામાં આવી અને પોલીસને જાણકારી મળી કે પતિ તેના બે બાળકો સાથે વતન ઉત્તરપ્રદેશ જઈ રહ્યો છે, જેને લઇને તાત્કાલિક રેલવે પોલીસ તેમજ દાહોદ જિલ્લા પોલીસને આ બાબતની જાણ કરી આરોપીને ઝડપી પાડવામાં આવ્યો. આરોપીની પૂછપરછમાં સામે આવ્યુ કે, તેણે લવ મેરેજ કર્યા હતાં અને પછી બે બાળકોનો જન્મ થયો હતો.

જો કે, પત્નીની તબિયત સારી ન રહેતી હોવાને કારણે તે સારવાર માટે એક મહંત પાસે અવારનવાર જતી અને તે મહંત પણ સારવારના બહાને ઘરે આવતો અને આડાસંબંધ હોવાની શંકા રાખતા પતિ-પત્ની વચ્ચે વારંવાર ઝઘડા થતાં. જેને લઇને કંટાળી તેણે પત્નીની હત્યા કરી દીધી અને પછી બે બાળકો સાથે ફરાર થઇ ગયો. આરોપીએ પહેલેથી જ પત્નીની હત્યાનો પ્લાન બનાવ્યો હતો અને પાંચેક દિવસ પહેલાં રેલ્વેમાં ટીકિટ પણ બુક કરાવી હતી. જણાવી દઇએ કે,

24 ડિસેમ્બરે નારોલના આકૃતિ ટાઉનશિપના એચ બ્લોકમાં રિંકુ ઉર્ફે રિયા ભારદ્વાજની લાશ મળી આવી હતી અને કોઇ ઘરમાં હાજર ના હોવાથી પોલીસને પહેલા મૃતકના પતિ પર શંકા ગઇ હતી. હત્યારા પતિ અજયને પોલિસે યુપી જતી ટ્રેનમાંથી જ ઝડપ્યો હતો અને તે બાદ સામે આવ્યુ કે, તેણે 9 વર્ષ પહેલા તેના ફોઈની દીકરી રિંકુ સાથે લવ-મેરેજ કર્યા હતા. તે બાદ તેઓ ભાગીને અમદાવાદ આવી ગયાં હતાં અને નારોલ ખાતેના મકાનમાં છેલ્લા 6 મહિનાથી ભાડે રહેતાં હતાં. 23 ડિસેમ્બરે રાત્રે જમ્યા બાદ મોડી રાતે 1:30 વાગ્યે અજયે તેની પત્ની રિંકુનું ઊંઘમાં જ ગળું દબાવી દીધુ.

Shah Jina