ખબર

અમદાવાદ-મુંબઇ વચ્ચે આજથી શરૂ થશે તેજસ એક્સપ્રેસ, ટ્રેન હોસ્ટેસ દેખાશે કંઈક આ લુકમાં

ભારતમાં તેજસ ટ્રેનની વધતી લોકપ્રિયતા વચ્ચે ભારતીય રેલવે તરફથી IRCTCએ અમદાવાદથી મુંબઈ વચ્ચે બીજી તેજસ ટ્રેન ચલાવવામાં આવી છે. આ ટ્રેનને કેન્દ્રીય રેલવે મંત્રી પિયુષ ગોયેલ અને સીએમ વિજય રૂપાણી આ ટ્રેનને લીલીઝંડી આપશે. કોમર્શિયલ રીતે 19 જાન્યુઆરીથી ચલાવવામાં આવશે.

Image Source

આ ટ્રેન આજે સવારે સાડા નવા વાગે અમદાવાદથી નીકળશે અને સાંજે 4 વાગે મુંબઈ સેન્ટ્રલ પહોંચશે. અમદાવાદથી મુંબઈ જનારી ટ્રેનનો નંબર 09426 હશે અને મુંબઈથી અમદાવાદ જનારી ટ્રેનનો નંબર 09425 હશે.
તેજસ એક્સપ્રેસમાં ટ્રેન હોસ્ટેસનો લુક ગુજરાતી રાખવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. ટ્રેન હોસ્ટેસ કૂર્તા અને પાયજામા સાથે માથે કચ્છી વર્કની ટોપીમાં સજ્જ હશે.આ ટ્રેનમાં ગુજરાતી અને મરાઠી ટેસ્ટનું ભોજન પીરસવામાં આવશે.

Image Source

તેજસ ટ્રેનમાં ચેર કાર માટે 1300થી 1400 રૂપિયા જ્યારે એક્ઝિક્યુટિવ ચેર કારનું ભાડું 2400 રૂપિયા રહેશે. મુંબઈથી અમદાવાદ માટે સાંજે સવા પાંચ વાગે ટ્રેન નીકળશે જે રાતે સાડા અગિયાર વાગે અમદાવાદ પહોંચશે. આ પહેલા દિલ્હી-લખનઉ રુટ પર તેજસ ટ્રેન ચાલી જ રહી છે. આ પહેલી ટ્રેન છે કે જેનું સંચાલન ભારતીય રેલવે નહિ પણ IRCTC દ્વારા કરવામાં આવે છે.
આ ટ્રેન નડિયાદ, વડોદરા, ભરૂચ, સુરત, વાપી, બોરીવલી સ્ટેશન પર રોકાશે. આ ટ્રેનની ટિકિટ ફક્ત આઈઆરસીટીસીની વેબસાઈટ અથવા રેલકનેક્ટ એપથી જ બુક થશે. આ ટિકિટ તમને રેલવે કાઉન્ટર પરથી નહીં મળે.

Image Source

આ ટ્રેન અમદાવાદથી સવારે 6:40 ઉપડશે, આ ટ્રેન મુંબઈ સેન્ટ્રેલ સ્ટેશન પર બપોરે 1:10 વાગ્યે પહોંચશે. ફરી આ ટ્રેન મુંબઈથી બપોરે 3:40 વાગ્યે ઉપડી રાતે 9:55 વાગ્યે અમદાવાદ પહોંચશે. નવી તેજસ ટ્રેન અઠવાડિયામાં છ દિવસ અમદાવાદ મુંબઈ વચ્ચે દોડશે. આ ટ્રેન ગુરુવારે નહિ દોડાવવામાં આવે.

Image Source

ભારતીય રેલ્વેના પશ્ચિમ રેલ્વે ઝોન દ્વારા આપવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે તેજસ એક્સપ્રેસમાં મુસાફરોને વિશ્વકક્ષાની સુવિધા મળશે. આ સંપૂર્ણ ટ્રેન એસીથી સજ્જ છે. તેમાં સ્લાઈડિંગ ડોર છે.

Image Source

તેમજ પર્સનલ રીડિંગ લાઇટ, મોબાઈલ ચાર્જિંગ પોઇન્ટ, એટેન્ડન્ટ કોલ બટન, બાયો ટોઇલેટ, ઓટોમેટીક એન્ટ્રી અને એક્ઝિટ ડોર, સીસીટીવી કેમેરા, રિસાયક્લિંગ સુવિધા, અનુકૂળ સીટ હશે. ટ્રેનમાં ચેર કાર અને એક્ઝિક્યુટિવ ચેર કાર ઉપલબ્ધ થશે. ટ્રેનમાં 18 કોચ હશે. જો કે, શરૂઆતમાં 12 કોચવાળી ટ્રેન ચલાવવામાં આવશે.

આ ટ્રેનના પેસેન્જરોને પ્લેન જેવી સુવિધા આપવામાં આવશે. આ ટ્રેનમાં ખાવાં માટે નાસ્તો, સારી ક્વોલિટીનું ફૂડ અનેપાણી મળશે. આ ટ્રેનમાં ચા-કોફીના મશીન પણ રાખવામાં આવશે. આ ટ્રેનમાં સવારે વેલકમ ચા સાથે નાસ્તો અને સાંજે ટ્રેનમાં ચા અને ડિનરન સુવિધા આપવામાં આવશે. તેના માટે કોઈ અલગ પૈસા ચૂકવવા નહીં પડે.

તેજસ ટ્રેનની સુવિધાની વાત કરવામાં આવે તો ઓ આ ટ્રેન 1 કલાક મોડી થઇ તો રિફંડ આપવામાં આવશે. આ ટ્રેનમાં સેનેટરીવેરની સુવિધા પણ ઉપલબ્ધ હશે.
આ ટ્રેનની અંદર કોઇપણ ઇન્ડિયન રેલવેના ટીટી ચેકીંગ નહીં કરે. આ ટ્રેનમાં પ્રત્યેક કોચમાં 2 ટોયલેટ હશે. આ ટોયલેટની ડિઝાઇન એરલાઇનસના ટોયલેટ જેવી હશે.
આ ટ્રેનમાં 2 પ્રકારના કોચ હશે. એક્ઝ્યુકિટિવ ચેર કાર અને એસી ચેર કાર. આ કોચના દરવાજા પર સેન્સર લગાડવાયા આવ્યા છે. જો કોઈ નજીક આવશે તો ઓટોમેટિક દરવાજા ખુલી જશે.

Image Source

આ દરવાજા ઓટોમેટિક છે ફક્ત રેલવે સ્ટેશન પર જ ખુલશે. તેનો કંટ્રૉલ લોકો પાયલોટ એટલે કે ટ્રેનના ડ્રાઈવર પાસે જ રહેશે.આ ટ્રેનમાં કોઈ પ્રકારની છૂટ, વિશેષાધિકાર અને ડ્યુટી પાસ નહીં ચાલે.આ ટ્રેનનું ભાડું એરલાઈન્સની જેમ ડાયનેમિક ફેર લાગશે. જેવી રીતે સીટ બુક થતી જશે તેવી રીતે ભાડું વધતું જશે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.