ખબર

અમદાવાદમાં કોરોનાનો બૉમ્બ ફૂટ્યો: એક જ સોસાયટી 80થી વધુ કેસ ટપોટપ નોંધાયા

અમદાવાદીઓ અહીંયા ભૂલથી પણ ન જતા, જલ્દી વાંચો સોસાયટીના નામ

અમદાવાદ શહેરમાં શુક્રવાર રાતના ૯ વગથી લઈને સોમવાર સવાર ૬ વાગે સુધી કર્ફ્યુ છે. એવામાં અહેવાલ મળી રહ્યા છે કે બોપલ વિસ્તારમાં કોવિડ નો બૉમ્બ ફાટ્યો છે. સાઉથ બોપલ એરિયામાં સફર પરિસર સોસાયટીમાં કુલ ૮૦ આસપાસ કોવિડ પોઝિટિવ કેસ એકસાથે આવતાં હાહાકાર મચી ગયો છે. મળેલી માહિતી અનુસાર અમદાવાદ મ્યુનિ.ની ટીમ આ સમાચારને પગલે દોડી ગઈ છે અને સફર પરિસર-1 અને 2 એમ બંને બિલ્ડીંગ સીલ કર્યા છે અને કન્ટેન્મેન્ટ ઝોનમાં લાવી દીધા છે.

અમદાવાદમાં કોઇ એક જ એરિયા એવા હશે જેમાં આટલા બધા કેસ એકસાથે આવ્યા હોય . લાગે છે કે કોવિડની સેકન્ડ વેવ ફરી એકવાર શરૂ થયાની નિશાન દેખાય છે. બીજી સૌથી ચિંતાજનક બાબત છે કે, હવે પરિવારમાંથી એક કેસ નહી પરંતુ આખું ફેમિલી કોવિડ પોઝિટિવ આવે છે. કોરોનાનું આ લક્ષણ ખુબ જ ચિંતાજનક છે.

પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદની ગુરુકુળ વિસ્તારની એક સોસાયટીમાં તો ૫ પરિવારો કોરોનાની ચપેટમાં આવી ગયા છે. આ ૫ પરિવારની 20થી વધુ સભ્યોને ઝપટે ચડ્યા છે.

AMC દ્વારા 108 સેવાને ખાસ સુચના આપવામાં આવી છે કે, એક જ પરિવારના લોકો દર્દી બને ત્યારે તમામને એક જ હોસ્પિટલમાં ખસેડવામાં આવે તેની ખાસ તકેદારી રાખવામાં આવે.