ખબર

જો આવું થયું તો 15 મે સુધીમાં 50 હજાર કેસ થશેઃ AMC કમિશનર વિજય નેહરાનો ખુલાસો…

ગુજરાતમાં કોરોનાના સૌથી વધુ કેસ અમદાવાદમાં સામે આવ્યા છે અને અમદાવાદ કોરોનાનું હોટસ્પોટ બની ચૂક્યું છે. અત્યાર સુધીમાં અમદાવાદમાં કોરોનાના 1652 પોઝિટિવ કેસ નોંધાઈ ચૂક્યા છે. જો કે આજે અમદાવાદમાં લાદવામાં આવેલો કર્ફ્યુ પણ હટાવી દેવામાં આવ્યો છે.

કોરોનાના કેસ અંગે અપડેટ આપતા વખતે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાએ જણાવ્યું કે, છેલ્લા 24 કલાકમાં 151 પોઝિટિવ કેસ નોંધાયા છે અને 7 દર્દીના મોત થયા છે. તેમને જણાવ્યું કે 17થી 20 એપ્રિલમાં કેસ બમણા થયા, હાલ ચાર દિવસમાં કેસ બમણા થાય છે. જો આ જ રેટ રહેશે તો 15 મે સુધીમાં 50 હજાર થઇ જશે અને 31 મે સુધીમાં 8 લાખ કેસ થઈ શકે છે.

Image Source

વિજય નેહરાએ કહ્યું કે લોકડાઉન ખતમ થાય ત્યાં સુધીમાં કેસ બમણા થવાનો રેટ 7થી 8 દિવસ સુધી લઈ જવાનો છે. જો આમ થશે તો 15 મે સુધીમાં 10 હજાર જ કેસ થશે અને જો 10 દિવસનો ડબલિંગ રેટ એચીવ કરીએ તો 15 મે સુધીમાં 8 હજાર જ રહેશે.

જો કે અમદાવાદમાંથી કર્ફ્યુ હટાવી લીધા બાદ આજે લોકોની સામાન્ય દિવસોની જેમ જ બહાર નીકળ્યા હતા જેને કારણે રસ્તા પર લોકોની ભીડ જોવા મળી હતી. અને સોશિયલ ડિસ્ટન્સીંગનું પાલન પણ કરવામાં આવ્યુ ન હતું.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.