જાણો અમદાવાદમાં આજથી શરુ થયેલી મેટ્રો ટ્રેન વિશે, બધી જ વિગતો…અમદાવાદીઓ માટે આવી ખુશખબર

0
Advertisement

અમદાવાદમાં 6 માર્ચથી જાહેર જનતા માટે પ્રથમ મેટ્રો ટ્રેન શરુ થઇ ગઈ છે ત્યારે આ ટ્રેન હાલ પૂરતી વસ્ત્રાલથી એપરેલ પાર્ક સુધી દોડશે. મેટ્રો ટ્રેન શરુ થવાની ખુશખબરી સાથે જ એક બીજા સારા સમાચાર એ છે કે પ્રથમ 10 દિવસ માટે મેટ્રો ટ્રેનમાં ફ્રીમાં મુસાફરી કરી શકાશે. જાહેર જનતા માટે એક ટ્રેન 6 માર્ચથી અને બીજી ટ્રેન 11 માર્ચથી દોડાવાશે.મેટ્રો સવારે 10 વાગ્યાથી શરુ થશે જેનું શરૂઆતના 2.5 કિલોમીટરનું ભાડું 5 રૂપિયા નક્કી કરવામાં આવ્યું છે જયારે 2.5થી 7.5 કિલોમીટરનો ભાવ 10 રૂપિયા નક્કી કરવામાં આવ્યો છે. અને વસ્ત્રાલથી થલતેજ સુધીનું ભાડું 25 રૂપિયા નક્કી કરવામાં આવ્યું છે.જણાવી દઈએ કે બે દિવસના ગુજરાતના પ્રવાસે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતની પ્રથમ મેટ્રો ટ્રેનને લીલીઝંડી આપી હતી અને સાથે જ મેટ્રોમાં મુસાફરી પણ કરી હતી. જ્યા તેમની સાથે મુખ્યમંત્રી વિજય રૂપાણી, રાજ્યપાલ ઓ પી કોહલી અને ઉપમુખ્યમંત્રી નીતિન પટેલ પણ હાજર રહયા હતા. વડાપ્રધાન સાથે આ વિદ્યાર્થીઓએ પણ મેટ્રોની મુસાફરીનો આનંદ માણ્યો હતો.

ગુજરાતના મુખ્યમંત્રી હતા એ સમયથી જ નરેન્દ્ર મોદીનો આ ડ્રીમ પ્રોજેક્ટ રહ્યો છે. જે હવે સાકાર થઇ રહ્યો છે. એપરેલ ડેપોમાં અત્યાર સુધીમાં 10થી વધુ ટ્રેક તૈયાર કરી દેવામાં આવ્યા છે. જ્યા 16 ટ્રેન રાખવામાં આવશે. આ પ્રોજેક્ટની કિંમત લગભગ 10,700 કરોડ રૂપિયા છે.ત્યારે શરુ થયેલા પ્રથમ તબક્કામાં વસ્ત્રાલથી એપરલ પાર્ક સુધીનાં 6 સ્ટેશનોને આવરી લેવામાં આવશે. જેમાં વસ્ત્રાલ ગામ, નિરાંત ક્રૉસ રોડ, વસ્ત્રાલ, રબારી કૉલોની, અમરાઈવાડી અને એપરલ પાર્કનો સમાવેશ થાય છે.ઇસ્ટ-વેસ્ટ અને નોર્થ-સાઉથ કોરિડોરમાં કુલ 32 સ્ટેશનો હશે. ઇસ્ટ-વેસ્ટ કોરિડોરનાં પશ્ચિમ છેડા પરનો 2 કિ.મી લાંબો વાયાડક પણ તૈયાર થઇ ગયેલ છે. જ્યારે અન્ય જગ્યાએ ટ્રેક બનાવવાનું કામ હજુ ચાલુ છે. 2021 સુધીમાં અમદાવાદના તમામ વિસ્તારોમાં મેટ્રો દોડતી થઈ જશે.

મેટ્રો સીસીટીવીથી સજ્જ હશે અને તેના દરવાજાઓ ઓટોમેટિક સેન્સર પર કામ કરશે અને કોચમાં એસી લગાવવામાં પણ આવ્યા છે અને આ મેટ્રોમાં 1000 લોકો મુસાફરી કરી શકશે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here