ખબર

અમદાવાદની પરણીતાએ એક તરફી પ્રેમમાં પાગલ યુવકના ત્રાસથી, સાતમા માળેથી ઝંપાવીને કરી લીધો આપઘાત

દેશભરમાંથી આપઘાતના ઘણા કિસ્સાઓ સતત સામે આવી રહ્યા છે, ત્યારે ગુજરાતમાં પણ ઘણા લોકો અલગ અલગ કારણોના લીધે આપઘાત કરી લેતા હોય છે, હાલ અમદાવાદમાંથી આપઘાતની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે જેમાં એક પરણીતાએ 7માં માળેથી કૂદીને મોતને વહાલું કરી લીધું છે. અને આપઘાત પાછળનું કારણ પણ ખુબ જ ચોંકાવનારું છે. (તસવીરો સૌજન્ય: ન્યુઝ18)

પ્રાપ્ત માહિતી અનુસાર એલિસબ્રિજ વિસ્તારમાં આવેલા ભુદરપુરામાં રહેતા ચંદુભાઈ પરમાર એક ગેરેજમાં કામ કરે છે. તેમની પુત્રી આરતીના લગ્ન પાંચેક વર્ષ પહેલા અરવલ્લી ખાતે રહેતા વિષ્ણુભાઈ સાથે થયા હતા. લગ્ન બાદ તેની સાસરીમાં દિનેશ બારીયા નામનો એક વ્યક્તિ તેની પતિની ગેર હાજરીમાં તેના ઘરમાં ઘુસી જઈને તેને હેરાન કરતો હતો.

જેના બાદ કંટાળીને આરતી તેના પતિ અને બાળક સાથે અમદાવાદ રહેવા આવી ગઈ હતી. બંને દીકરા સાથે સિંધુભવન રોડ ખાતે રહેતા હતા. આ અંગેની જાણ દિનેશને થતા તે પણ અમદાવાદ આવી ગયો હતો અને વાડજમાં ભાડે મકાન રાખી રહેવા લાગ્યો હતો.

આરતીનો પતિ અમદાવાદમાં રીક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતો હતો, આ દરમિયાન દિનેશ પરણિતાના ઘરે આવતો અને તેને પોતાની સાથે બહાર લઇ જવા માટે દબાણ કરતો હતો, પરણિતા ના પાડતી, તો તેના પિતા અને ભાઈની હત્યા કરવાની ધમકી પણ આપતો હતો. જેના કારણે આરતી તેની સાથે જવા માટે મજબુર થતી હતી.

આ વાતની જાણ આરતીના પતિને પણ થઇ ગઈ હતી જેના બાદ આરતીના પતિએ તેના સસરા એટલે કે આરતીના પિતાને ફોન કર્યો હતો, જેના બાદ આરતીના પિતાએ દિનેશને ફોન કરી આરતીને પાછી મૂકી જવા માટે જણાવ્યું હતું, પરંતુ દિનેશની જગ્યાએ તેનો મોટોભાઈ આરતીને મુકવા માટે આવ્યો હતો.

આ ઘટના બીજા જ દિવસે આરતીએ પોતાના ઘરના 7 માં માળેથી ઝંલાવ્યું હતું, અને પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. આ ઘટના બાદ આરતીના પિતાએ એલિસબ્રિજ પોલીસ મથકે ફરિયાદ નોંધવી હતી.