અમદાવાદમાં પતિથી અલગ રહેતી મહિલાની લાશ ઘરમાંથી જ મળી, એવી ક્રૂર રીતે હત્યા કરીને નાખી દીધી કે સાંભળીને રૂંવાડા ઉભા થઇ જશે

Ahmedabad : પતિથી અલગ રહેતી પરિણીતાની ખુબ જ દર્દનાક રીતે હત્યા કરાઈ…આડાસંબંધ? જાણો વિગત

ગુજરાતમાંપ ણ ઠેર ઠેર લૂંટ અને હત્યાના બનાવો સામે આવવા લાગ્યા છે. ત્યારે હાલ એક બનાવે ચકચારી મચાવી છે જેમાં પતિથી અલગ થઈને રહેતી અને હોસ્પિટલમાં જોબ કરતી એક મહિલાની લાશ તેના જ ઘરમાંથી મળી આવી હતી. આ મહિલાને માથા અને શરીરના બીજા ભાગો ઉપર બોથડ પદાર્થના ઘા માર્યા ઉપરાંત પ્રાઇવેટ પાર્ટ ઉપર કોઈ જ્વલનશીલ પદાર્થ પણ નાખવામાં આવ્યો હોવાનું સામે આવી રહ્યું છે.

આ બાબતે મળી રહેલી માહિતી અનુસાર અમદાવાદના શહેર કોટડા પોલીસ સ્ટેશનમાં પતિથી અલગ રહેતી 39 વર્ષીય હસુમતી સોલંકીની હત્યા થઇ હોવાનો કેસ સામે આવ્યો છે. જેના બાદ પોલીસ આરોપીની શોધખોળ કરી રહી છે અને આ મહિલાની હત્યા ક્યાં કારણો સર અને કોને કરી છે તે અંગે પણ તપાસ કરી રહી છે.

મૃતક હસુમતિબેનના લગ્ન 20 વર્ષ અગાઉ મૂળ ગાંધીનગરના અને હાલ મેમકો ખાતે રહેતા યશવંતભાઈ સોલંકી સાથે થયા હતા. લગ્ન બાદ તેમને બે સંતાનો પણ છે.  પરંતુ પતિ સાથેના અણબનાવના કારણે હસુમતિ છેલ્લા 6 વર્ષથી તેના પતિથી દૂર રહેતી હતી. પતિથી અલગ રહ્યા બાદ તેના ભુરો ઉર્ફે મોગલી નામની વ્યક્તિ સાથે સંબંધ હોવાની પતિને જાણ થઈ હતી.

ગત 31મીએ સવારે યશવંતભાઈ તેમના મામાના ઘરે ગયા હતા ત્યારે દીકરાનો ફોન આવ્યો કે, માતાનું મૃત્યુ થયું છે. જેથી તેઓ તરત અમદાવાદ આવી ગયા હતા.  તો મૃતક મહિલાના મકાન માલિકના જણાવ્યા અનુસાર મકાનમાંથી દુર્ગન્ધ આવતી હોવાથી ત્યાં બધા પહોંચ્યા હતા. ત્યાં ખાટલા પર હસુમતી બહેનની લાશ પડી હતી.

હસુમતી બહેનના માથા પાસે કાન પાછળ કોઈ બોથડ પદાર્થ વડે માર મારવાના નિશાન હોવાનું જણાયું હતું. આટલું જ નહીં હાથ અને અન્ય ગુપ્ત ભાગો પર કોઈ જ્વલનશીલ પદાર્થ નાખ્યું હોવાથી ફોલ્લા પડી ગયા હતાં. જેના બાદ તેમને 100 નંબર ડાયલ કરીને શહેર કોટડા પોલીસને આ ઘટનાની જાણ કરી હતી.

Niraj Patel