ચિલોડાના કાપડના વેપારીને ન અડવાની જગ્યાએ સુંદર હસીના નીતાએ ઉત્તેજિત કરી દે તેવા અડપલાં કરવા લાગી પછી કહ્યું 10 લાખ રૂપિયા…..
ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી હનીટ્રેપના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. યુવતિઓ અને મહિલાઓ યુવકો કે આધેડને પોતાની જાળમાં ફસાવે છે અને પછી તેમને મળવા બોલાવી તેમની સાથે ખરાબ કૃત્ય કરી વીડિયો કે ફોટો ક્લિક કરી તેને વાયરલ કરવાની ધમકી આપી બ્લેકમેઇલ કરી પૈસા પડાવતી હોય છે. ઘણીવાર આવા કિસ્સાઓમાં પોલિસ ફરિયાદ થાય છે અને ઘણીવાર બદનામીને ડરને કારણે કેટલાક પોલિસ ફરિયાદ પણ કરવામાં અચકાતા હોય છે. હાલમાં હનીટ્રેપનો કિસ્સો અમદાવાદમાંથી સામે આવ્યો છે,જેમાં એક પરણિત વેપારીને ફેસબુકના માધ્યમથી એક યુવતિ સાથે મિત્રતા થઇ હતી અને બાદમાં યુવતિએ મળવા બોલાવતા વેપારી ગયા પણ હતા. (તમામ તસવીરો પ્રતિકાત્મક છે)
ત્યારે યુવતિએ ગાડીમાં બેસી વેપારીને અડપલા અને કિસ કરવાનું શરૂ કર્યુ અને વેપારીનો હાથ પકડી જાતે જ પોતાના પર ફેરવ્યો. વેપારી પણ યુવતિની જાળમાં ફસાયા અને તે બાદ યુવતિએ 15 હજારના કપડા લીધા અને વેપારી પાસેથી થોડા થોડા કરી 50થી70 હજાર રૂપિયા પડાવી લીધા. જે બાદ યુવતિએ તે વેપારીને બ્લેકમેઇલ કરવાનું શરૂ કર્યુ. તેણે કહ્યુ કે તેના કેટલાક વીડિયો યુવતિ પાસે છે અને આમ કહી તેણે 10 લાખ રૂપિયાની માંગણી કરી. જે બાદ તેમની પરિસ્થિતિ ન હોવાને કારણે તેમણે યુવતિ સામે નરોડા પોલિસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી. પોલિસે આ મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
ઘટનાની પ્રાપ્ત માહિતી અનુસાર, વેપારી કપડાનો ધંધો કરે છે. તેઓએ વર્ષ 2020માં જ પહેલી પત્નીથી છૂટાછેડા લીધા હતા. તે બાદ તેમને બીજા લગ્ન કરવાના હતા અને તેને લઇને તેઓ શાદી ડોટ કોમ પર સર્ચ પણ કરતા હતા. જે બાદ વર્ષ 2021માં તેમણે બીજીવાર લગ્ન કર્યા હતા. તે બાદ તેમની ફેસબુક પર નીતા નામની યુવતિ સાથે મિત્રતા થઇ હતી અને પછી વેપારીને તેણે અજાણ્યા નંબરથી ફોન કરી પોતાનું નામ નીતા આહુજા જણાવ્યુ હતુ. તે પોતે કુબેરનગર ખાતે રહેતી હોવાનું જણાવ્યુ હતુ. તે ફોન તેમજ વોટ્સએપ પરથી વાત કરતી હતી. જે બાદ એકાદ મહિના પછી તેણે વેપારીને ફોન કર્યો અને મળવાનું કહ્યુ.
વેપારી તેમના મિત્રની કાર લઈને આ યુવતીને મળવા ગયા અને ત્યારે બંને ગાડીમાં બેસી ગાંધીનગર તરફ જવાનું યુવતીએ કહેતા કોબા સર્કલ તરફ નીકળ્યા હતા. નીતાએ ગાડીમાં તેનું મોઢું દુપટ્ટાથી ઢાંકેલુ હતુ અને તે વાતચીત કરતા કરતા મજાક મસ્તી અને કિસ કરવા લાગી. જે બાદ તેણે વેપારીને ઉત્તેજ્યા અને અડપલાં કરી પોતાના પર હાથ ફેરવવાનું શરૂ કર્યું હતું.વેપારી ગાડી ચલાવતા હોવાથી તેમનો હાથ યુવતિએ પકડ્યો અને પોતાના પર ફેરવવા લાગી. બાદમાં વેપારી અને આ યુવતી હરીફરીને નાસ્તો કરીને છૂટા પડ્યા હતા. જે બાદ ચારેક દિવસ બાદ નીતાનો ફોન આવ્યો અને તેણે ગાંધીનગર કપડાં લેવા જવાનું કહી વેપારીને પણ સાથે લઈ ગઈ.
વેપારીએ આ યુવતીને 15 હજારના કપડા પણ અપાવ્યા અને અવારનવાર બંને મળતા અને જ્યારે પૈસાની જરૂર હોય ત્યારે વેપારી આ યુવતીને પૈસા પણ આપતા. યુવતીએ વેપારી પાસેથી ટુકડે ટુકડે 50થી70 હજાર રૂપિયા જેટલા પડાવ્યા હતા. ત્યારે આજથી લગભગ વીસ દિવસ પહેલા નીતાનો ફોન આવ્યો અને તેણે વેપારીને નિકોલ ખાતે વકીલની ઓફિસ પર મળવા બોલાવ્યા. જ્યાં તેઓને આ યુવતી અને રાજેશ સોલંકી નામનો વકીલ મળ્યા હતા. વકીલે કહ્યુ- આ યુવતી પાસે તમારો વીડિયો છે અને તે પોલીસમાં ફરિયાદ કરવાનું જણાવી રહી છે. ત્યારે આ બાબતે સમાધાન કરવા વકીલે દબાણ કર્યું અને વેપારીએ વીડિયો જોયો તો આ વીડિયો તેઓ જ્યારે ફરવા ગયા હતા.
ત્યારે ગાડીમાં જે હરકતો કરી હતી તેનો હતો. બાદમાં વકીલે બે ત્રણ દિવસનો સમય આપ્યો અને વેપારીની બહેનને નીતા એ ફોન કરી કહ્યુ કે, તેની પાસે તેના ભાઈનો વીડિયો છે. જે વાયરલ કરી પોલીસ કેસ કરી સમાજમાં બદનામ કરી દેશે તેવી ધમકી પણ આપી. ત્યારે એક દિવસ વકીલે કોર્ટમાં વેપારીને મળવા બોલાવ્યા અને બળાત્કારનો કેસ હોવાને કારણે ત્રણ ચાર મહિના જેલમાં રહેવું પડશે તેવું કહી ચાર-પાંચ લાખ રૂપિયા ખર્ચ થશે જેથી નીતા 10 લાખ માંગે તો તેને દસ લાખ આપી છૂટો થઈ જા તેવું કહ્યુ. આ બાદ આખરે વેપારીએ આ અંગે નરોડા પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતા. હાલ પોલીસે યુવતી સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.