ખબર

અમદાવાદમાં KYC કરવા ગયેલી યુવતીને એક વ્યક્તિ સાથે થઇ મુલાકાત, બંને એ માણ્યું શરીર સુખ પછી કર્યો ધડાકો

અમદાવાદમાં યુવતી 2 વર્ષ પહેલાં બાપુનગરમાં બેંકમાં KYC અપડેટ કરવા ગઈ ત્યાં યુવક સાથે મુલાકાત થઇ અને બંને શરીર સુખ માણ્યું પછી 7.20 લાખ રૂપિયા….

ગુજરાતમાંથી છેલ્લા ઘણા સમયથી યુવતિઓ અને મહિલાઓ પર અત્યાચાર અને દુષ્કર્મના અનેક કિસ્સાઓ સામે આવતા રહે છે. યુવકો પોતાની હવસ સંતોષવા યુવતિઓને પ્રેમજાળમાં ફસાવે છે અને પછી તેમની સાથે શરીર સુખ માણી તેમને તરછોડી દેતા હોય છે. ઘણીવાર કેટલાક યુવકો લગ્નની લાલચ આપી યુવતિ સાથે દુષ્કર્મ આચરી અને તે સમયના ગંદા ફોટો વીડિયો રેકોર્ડ કરી બ્લેકમેઇલ કરી પૈસા પણ પડાવતા હોય છે. ત્યારે હાલ એક આવો જ કિસ્સો અમદાવાદમાંથી સામે આવ્યો છે, જેમાં એક યુવતિને પ્રેમજાળમાં ફસાવી, તેને લગ્નની લાલચ આપી, તેની સાથે દુષ્કર્મ આચરી, તેના ફોટા વાયરલ કરવાની ઘમકી આપી બ્લેકમેઇલ કરી 7 લાખ કરતા વધુ રૂપિયા પડાવનાર આરોપીને યુવતિની ફરિયાદ બાદ પોલિસે કસ્ટડીમાં લીધો છે.

ઘટનાની વિગત જોઇએ તો, અમદાવાદના કોટડામાં પ્રેમિકાને આરોપી ધર્મેન્દ્રએ બે વર્ષ પહેલા પ્રેમજાળમાં ફસાવી હતી અને લગ્નની લાલચ આપી તેની સાથે દુષ્કર્મ આચર્યું હતુ. ત્યારે આ સમયે આરોપી ધર્મેન્દ્રએ યુવતીના ગંદા ગંદા ફોટો લઈ લીધા હતા અને તેને લગ્ન કરવા દબાણ કર્યું હતુ. તે સમયે આરોપીએ ઘમકી આપી કહ્યુ હતુ કે જો તે લગ્ન નહિ કરે તો યુવતીના ફોટો વાયરલ કરી દેશે. ધમકી આરોપીએ યુવતિને બ્લેકમેઇલ કરી 7.20 લાખ રૂપિયા પડાવ્યા પણ હતા.

ત્યારે હવે પીડિત યુવતીએ શહેરકોટડા પોલીસ સ્ટેશનમાં આરોપી વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે અને પોલિસે તપાસ કરી આરોપીની ધરપકડ પણ કરી છે. યુવતી આર્યુવેદીક દવાઓનો ધંધો કરે છે. તે 2 વર્ષ પહેલાં બાપુનગરમાં કોટક મહેન્દ્ર બેંકમાં KYC અપડેટ કરવા ગઈ હતી આ દરમિયાન તે બેંકમાં KYCનું કામ કરતા ધર્મેન્દ્ર પટેલના સંપર્કમાં આવી હતી. ત્યારે આરોપીએ તેને પ્રેમજાળમાં ફસાવી તેની જાણ બહાર બેન્કના ડોક્યુમેન્ટ મેળવીને ક્રેડિટ કાર્ડ લઈ લીધું અને પ્રેમના નામે યુવતી પાસેથી પૈસા પડાવ્યા.

આ સિવાય તેણે બેન્કમાંથી પૈસા ઓનલાઈન ટ્રાન્સફર કરીને રૂ 7.20 લાખ પડાવ્યા હતા. જ્યારે આરોપીની આ કરતૂતની જાણ યુવતીને થઈ તો તેણે પ્રેમના બહાને દુષ્કર્મ આચર્યું અને ત્યાર બાદ બ્લેકમેઇલ કરી રૂપિયાની ઉઘરાણી કરી. તપાસમાં સામે આવ્યુ છે કે, આરોપી ધર્મેન્દ્ર પટેલ મૂળ ઉત્તરપ્રદેશનો છે અને અપરણિત છે. હાલ તો તેણે કોઇ અન્ય યુવતી સાથે કોઇ ખોટુ કામ કર્યું છે કે નહીં તે મુદ્દે વધુ તપાસ હાથ ધરાઇ છે.