અમદાવાદમાં પ્રેમીએ આપઘાત પહેલા આપવીતી કહી…પ્રેમિકાના પરિવાજનોનો ભાંડો ફોડ્યો, કહ્યું આ લોકોને ઉંમરકેદ થવી જોઈએ

રાજ્યમાંથી અવાર નવાર આપઘાતના ઘણા મામલા સામે આવે છે, જેમાં કેટલાક લોકો આર્થિક તંગીને કારણે તો કેટલાક લોકો પારિવારિક ઝઘડાને કારણે તો કેટલાક લોકો પ્રેમ સંબંધમાં આપઘાત કરી લેતા હોય છે. કેટલાક લોકો તો માનસિક તણાવમાં આવીને પણ આપઘાત જેવું પગલુ ભરતા હોય છે. ત્યારે હાલમાં જ એક મામલો સામે આવ્યો જેમાં અમદાવાદના વાડજમાં રહેતા એક પ્રેમીએ પ્રેમિકાના પરિવારજનોના ત્રાસને કારણે કેનાલમાં ઝંપલાવી આપઘાત કરી લીધો. આપધાત પહેલા પ્રેમિકાના પરિવાજનોના માનસિક ત્રાસને લઈ આ યુવકે વીડિયો પણ બનાવ્યો હતો અને તે પોલિસને મળતા પોલિસે આરોપીઓ સામે આત્મહત્યા માટે દુષ્પ્રેરણાનો ગુનો નોંધ્યો છે.

ઘટનાની પ્રાપ્ત માહિતી અનુસાર, વાડજનો પ્રકાશ વાઘેલા રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતો હતો, તેને પાડોશમાં રહેતી એક યુવતી સાથે છેલ્લા પાંચેક વર્ષથી પ્રેમ સંબંધ હતો પણ પ્રેમિકાના પરિવારને બંનેનો સંબંધ સ્વીકાર્ય નહોતો અને તેને કારણે તેઓ યુવકને માનસિક રીતે ત્રાસ પણ આપતા હતા અને તેમણે યુવતીની સગાઇ બીજા યુવક સાથે પણ કરાવી દીધી હતી. ત્યારે પ્રેમિકાને ગુમાવાનો ડર અને તેના પરિવારની ધમકીથી કંટાળી યુવકે અડાલજ કેનાલમાં પડતું મૂકી આપઘાત કર્યો હતો. દીકરાના મોત બાદ વિધવા માતા અને ભાઈએ ન્યાયની માંગ કરી છે.

મૃતક પ્રકાશ વાઘેલા અને યુવતિના પ્રેમસંબંધની બે વર્ષ પહેલાં યુવતિના પરિવારને જાણ થતા બંને પરિવારો વચ્ચે અવારનવાર આ મામલે ઝઘડા થતાં હતા અને પ્રકાશના પરિવાજનોએ લગ્ન કરાવવા માટે યુવતીના પરિવાજનોને પ્રસ્તાવ પણ મોકલ્યો હતો. આ ઉપરાંત એક જ સમાજના હોવાના કારણે બંનેના લગ્ન કરાવી દેવાની આજીજી પણ કરી હતી. જો કે, યુવતીના પરિવારે યુવતીને મારી નાખીશું પણ લગ્ન નહિ કરાવ્યે તેવી ધમકી આપી હતી અને બે મહિના પહેલા યુવતીની સગાઈ બીજા યુવક સાથે કરાવી દીધી.

પ્રકાશ માનસિક રીતે ભાંગી પડતા અને સતત તણાવમાં રહેવાના કારણે તેમજ યુવતિના પરિવારજનોના ત્રાસને કારણે તેણે 24 માર્ચના રોજ કેનાલમાં પડતું મૂકી આપઘાત કરી લીધો હતો. તેણે આપઘાત પહેલા જે વીડિયો બનાવ્યો તેમાં તે યુવતીનું નામ બોલી રહ્યો હતો અને એવું પણ કહ્યુ કે યુવતીના પરિવારજનો તેને સતત ધમકાવતા અને તેની સાથે વાત નહોતા કરવા દેતા. તે આને કારણ ડિપ્રેશનમાં રહેતો હતો. તે વીડિયોમાં એવું પણ કહી રહ્યો છે કે આ લોકોને ફાંસી નહીં તો ઉંમર કેદની સજા થવી જોઈએ ગુજરાત પોલીસને મારી એટલી જ અપીલ છે. ત્યારે મૃતકનો ફોન ચાર્જ કરતા તેમાંથી આ વીડિયો મળ્યા બાદ પોલીસે યુવતીના માતા લીલાબેન પરમાર, કાકા મનસુખ પરમાર,કાકી મધુબેન પરમાર અને ભારતીબેન પરમાર વિરુદ્ધ વાડજ પોલીસે દુષ્પેરણા ગુનો નોંધી ધરપકડની કાર્યવાહી હાથ ધરી છે.

Shah Jina