અમદાવાદમાં કારમાં અન્ય સ્ત્રી સાથે બેસી રંગરેલિયા મનાવી રહ્યો હતો પતિ, અચાનક આવી ગઇ પત્ની અને પછી જે થયુ તે…

પરિણીતા ભાણી સાથે નવરંગપુરા HL કોલેજ ખાતે કોફી પીવા ગયેલી અને ત્યાં જોયું તો પતિ ગાડીમાં રંગરેલિયો….

ગુજરાતમાંથી અવાર નવાર લગ્નેતર સંબંધોના કિસ્સાઓ સામે આવતા રહે છે. ઘણીવાર આવા કિસ્સાઓ ખૂંખાર રૂપ પણ લઇ લેતા હોય છે. પતિ પત્ની અને વોના કિસ્સા સામે આવતા સમગ્ર જગ્યાએ ચર્ચાનો વિષય પણ બની જતા હોય છે અને એમાં પણ જો તે કિસ્સા જાહેરમાં સામે આવે તો તેને વાયરલ થતા પણ વાર નથી લાગતી. નાની બાબતોમાં જો પતિ-પત્ની વચ્ચે ઝઘડો થાય તો પણ પોલિસ સ્ટેશન સુધી વાત પહોંચી જતી હોય છે. ત્યારે કેટલીકવાર ઘરસંસારને બરબાદ કરનારા આડા સંબંધોના કિસ્સાઓ પણ સામે આવે છે. હાલ આવો જ કિસ્સો અમદાવાદમાંથી સામે આવ્યો છે, જેમાં એક પત્નીએ તેના પતિને અન્ય મહિલા સાથે જોઇ લીધો હતો અને એ બાદ મામલો એટલો ગરમાયો હતો કે પત્નીએ તેના પતિ વિરૂદ્ધ પોલિસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. (તમામ તસવીરો પ્રતિકાત્મક છે)

ઘટના જોઇએ તો, અમદાવાદના શાહઆલમમાં રહેતી 35 વર્ષિય પરણિતાના લગ્ન પાંચેક વર્ષ પહેલા સમાજના રીતિ રિવાજ અનુસાર થયા હતા. હાલ તો તેને તેના પતિ સાથે મનમેળ નથી આવતો જેના કારણે તે પિયરમાં રહે છે. પરણિતા તેની ભાણી સાથે બે દિવસ પહેલા રાત્રે 11 વાગ્યા આસપાસ નવરંગપુરા એચએલ કોલેજ બાજુ કોફી પીવા ગઇ હતી અને ત્યારે જ તેની નજર તેના પતિની કાર પર પડી હતી.

જે બાદ તે અને તેની ભાણી તેમનું વાહન સાઇડમાં કરી તેના પતિની કારમાં કોણ છે તે જોવા માટે ગયા અને આ દરમિયાન જ પરણિતાએ કારમાં જોયુ તો અંદર કોઇ સ્ત્રી બેસેલી હતી. પત્નીને જોતા જ પતિ કારમાંથી નીચે ઉતરી ગયો હતો અને પત્નીને કહ્યુ કે તુ ઘરે જા પછી વાત કરીશુ. જયારે પરણિતાએ કારમાં અન્ય મહિલાને જોતા પતિને પૂછ્યુ કે આ સ્ત્રી કોણ છે તો આ વાતથી પતિ ઉશ્કેરાઇ ગયો અને જાહેરમાં જ તેની પત્નીને ગાળો બોલવા લાગ્યો. તે બાદ તેણે લાફો પણ માર્યો અને ઝપાઝપી પણ કરી.

તે બંને વચ્ચે ઝઘડો વધે નહિ તે માટે મહિલાએ 100 નંબર પર ફોન કર્યો ત્યારે તેના પતિએ પરણિતાના હાથમાંથી ફોન ઝૂંટવી લીધો હતો અને તેને ગાડીમાં બેસાડી વસ્ત્રાપુર લઇ ગયો હતો અને મોડી રાત્રે પરણિતાને તેના ઘરે મૂકી ગયો હતો. ત્યારે બીજા દિવસે પરણિતાએ આ મામલે પોલિસ સ્ટેશનમાં પતિ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી.હાલ તો પોલિસે પરણિતાની ફરિયાદના આધારે તપાસ શરૂ કરી છે.

Shah Jina