અમદાવાદમાં કિન્નર આશીર્વાદ આપવાના બહાને ઘરમાં પહોંચી અને કર્યું એવું કે જાણીને તમને પણ આવી જશે શરમ

અમદાવાદીઓ કિન્નરથી સાવધાન: કિન્નરની કાળી કરતૂત બહાર આવી, જાણીને તમે પણ ચોંકી જશો

આપણા દેશની અંદર કિન્નરોનું સન્માન કરવામાં આવે છે. તેમના આશીર્વાદ લેવામાં આવે છે અને ખુશીના પ્રસંગે તેમને બક્ષિસ આપી અને તેમની કૃપા પણ આપણે મેળવતા હોઈએ છે, પરંતુ અમદાવાદમાં એક દંપતીને કિન્નરની કૃપા મેળવવી ભારે પડી ગઈ. દીકરાને આશીર્વાદ આપવા માટે ઘરમાં આવેલા કિન્નરે કર્યું એવું કે જાણીને તમે પણ હેરાન રહી જશો.

પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદના ગોમતીપુર વિસ્તારની અંદર એક મહિલાના ઘરે દીકરાનો જન્મ થતા એક કિન્નર આશીર્વાદ આપવાના બહાને ઘરમાં ઘુસી ગયો હતો અને 5 હજાર રૂપિયાની માંગણી પણ તેને કરી હતી, જેના બાદ મહિલાએ પૈસા આપવાની ના પાડતા મહિલાને પાણી પીવું છે તેમ કહી રસોડામાં મોકલને ઘરની તિજોરીમાં પડેલા સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમ લઈને ફરાર થઇ ગયો હતો.

કિન્નર ઘર છોડીને ગયો ત્યાં સુધી મહિલાને ભાન જ ન પડ્યું કે તેણે ઘરમાં કેવી રીતે ચોરી કરી છે. પરંતુ જયારે મહિલાને ઘરમાં ચોરી થયાનું માલુમ પડ્યું ત્યારે મહિલા એ આ બાબતે ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં કિન્નર વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે રાહુલ ઉર્ફે આઇશા ઉર્ફે રમેશ સોલંકીની ધરપકડ કરી હતી.

કિન્નરની કડક પૂછપરછ કરતા ચોરી કરેલા દાગીના અને રોકડ રકમ કિન્નર પાસેથી રિકવર કરવામાં આવી છે. હાલ પોલીસે ચોરીનો તમામ મુદ્દામાલ રિકવર કરી કિન્નર સામે કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે.

Niraj Patel